Categories: Business Trending

માર્ચ બાદ આવેલા એસએમઈ IPOમાં કહીં ખુશી કહીં ગમ

અમદાવાદ: માર્ચ બાદ સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટર-એસએમઇ આઈપીઓ ૫૦થી વધુ આવ્યા છે, જેમાં ૫૦ ટકાથી વધુ આઈપીઓમાં રોકાણકારને પોઝિટિવ રિટર્ન મળ્યું છે. માર્ચ બાદ ૫૦થી વધુ આઇપીઓ આવ્યા હતા, જેમાં ૨૫ ટકા આઇપીઓમાં રોકાણકારને હાલ પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં એસએમઇ આઇપીઓ દ્વારા ૧,૫૪૬ કરોડ ઊભા કરવામાં આવ્યા હતા. બિઝનેસ વિસ્તરણ માટે તથા કાર્યકારી મૂડીની જરૂરિયાતને લઇને નાની અને મધ્યમ કદની કંપનીઓ એસએમઇ આઈપીઓ દ્વારા બજારમાં પ્રવેશી હતી.

ચાલુ વર્ષે અત્યાર સુધીના સમયગાળામાં ૮૮થી વધુ એસએમઇ આઈપીઓ આવ્યા હતા. બોમ્બે સુપર એસએમઇ આઈપીઓમાં રોકાણકારને ૧૧૮ ટકા જેટલું હાલ રિટર્ન મળી રહ્યું છે, જ્યારે મહિક્રરા કેમિકલ્સના આઇપીઓમાં રોકાણકારને ૮૩ ટકા જેટલું રિટર્ન છૂટી રહ્યું છે.

૫૦ ટકા આઇપીઓમાં રોકાણકાર ધોવાયા છે, જેમાં વા સોલર, યુએન ઝવેરી કંપનીના આઇપીઓમાં અનુક્રમે ૫૬ અને ૫૧ ટકા નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.

માર્ચ બાદ એસએમઈ IPOમાં હાલ મળતું પોઝિટિવ રિટર્ન
બોમ્બે સુપર ૨૫.૦૪.૨૦૧૮ ૧૧૮.૨૫ ટકા
મહિક્રરા કેમિકલ્સ ૨૬.૦૪.૨૦૧૮ ૮૩.૨ ટકા
સુમૈયા લાઈફસ્ટાઈલ ૦૪.૦૬.૨૦૧૮ ૬૨.૭૮ ટકા
મેગા સ્ટાર ફૂડ ૨૪.૦૫.૨૦૧૮ ૪૪.૬૭ ટકા
ઓરિસા બેન્ગલ ૦૫.૦૪.૨૦૧૮ ૩૧.૬૭ ટકા

માર્ચ બાદ એસએમઈ IPOમાં હાલ મળતું નેગેટિવ રિટર્ન
વા સોલર લિ. ૧૨.૦૬.૨૦૧૮ – ૫૬.૫૨ ટકા
યુએન ઝવેરી ૨૨.૦૫.૨૦૧૮ – ૫૧.૨૫ ટકા
કોન્ટિનેન્ટલ સીડ્સ ૦૪.૦૪.૨૦૧૮ – ૫૦.૦૦ ટકા
પાવર એન્ડ ઈન્ફ્રા. ૨૩.૦૪.૨૦૧૮ – ૪૮.૪૮ ટકા
આકાશ એક્સપ્લોરેશન ૨૭.૦૪.૨૦૧૮ – ૪૧.૦૭ ટકા

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago