મારી પુત્રી મોટી થઈને સેનામાં જશેઃ હનુમનથપ્પાનાં પત્ની

નાગપુર: સિચાચીનના હીરો લાન્સ નાયક હનુમનથપ્પાનાં પત્ની મહાદેવી પોતાની પુત્રીને સૈનિક બનાવવા ઇચ્છે છે. તેમણે પોતાના સન્માનમાં અાયોજિત એક સમારંભમાં કહ્યું કે મારે પુત્ર નથી, પરંતુ અમને એ વાતનું દુઃખ નથી. મારી એક દીકરી છે. હું ઇચ્છું છું કે તે અેક મજબૂત ભારતીયના રૂપમાં મોટી થાય અને ભારતીય સેનામાં જોડાય.

મહાદેવીના જણાવ્યા મુજબ અા જ તેના પિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે. કાર્યક્રમમાં હનુમનથપ્પાનાં માતા અને તેમનો ભાઈ પણ હાજર હતાં. કેન્દ્રીય પ્રધાન ની‌િતન ગડકરીનાં પત્ની કંચને જવાનના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક અાપ્યો. અા જ મ‌િહને સિયાચીનમાં હિમ્સપ્રપાતની એક ઘટનામાં હનુમનથપ્પા ૩૦ ફૂટ નીચે બરફમાં દટાઈ ગયા હતા, તેમાં તેમના તમામ સાથી દટાઈ ગયા હતા, પરંતુ છ દિવસ બાદ અા કુદરતી અાફતમાંથી હનુમતથપ્પા જીવિત બહાર નીકળ્યા હતા, જે કોઈ ચમત્કારથી અોછું ન હતું.

જોકે ઇલાજ દરમિયાન દિલ્હીમાં ૧૧ ફેબ્રુઅારીઅે હનુમનથપ્પા મૃત્યુ પામ્યા હતા. મહાદેવીઅે કહ્યું કે તેમના પતિ સેનામાં જવા ઇચ્છતા હતા. તેમની પસંદગી પોલીસમાં થઈ હતી, પરંતુ તેમણે દેશની સેવા કરવાનું પસંદ કર્યું.

જેએનયુ વિવાદના સંદર્ભમાં શહીદનાં પત્ની મહાદેવીઅે યુવાનોને અાગ્રહ કર્યો છે કે તેઅો રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિઅોમાં ભાગ ન લે. તેમણે કહ્યું કે તાજેતરમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઅોની વાતોથી તેઅો ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું કે યુવાનોઅે દેશ માટે કુરબાન થવા તૈયાર રહેવું જોઈઅે. અાપણો જન્મ ભારતમાં થયો છે અને ભારતમાતાઅે અાપણને રહેવાની જગ્યા અાપી છે. અાવી બધી પ્રવૃત્તિઅોમાં સામેલ થઈને અાપણે તેનો દુરુપયોગ ન કરવો જોઈઅે.

You might also like