હનુમાન જયંતી પર રાશિ અનુસાર કરો હનુમાન મંત્ર, મુશ્કેલી થશે દૂર…

જો તમે હનુમાનજીનું નામ માત્ર મન થી લેશો તો મોટામાં મોટુ કષ્ટ માત્ર મિનિટોમાં જ દૂર થઇ જશે. રામભક્ત અને ભગવાન શિવના 11માં રૂદ્રઅવતારની વિધિવત ઉપાસના કરવાથી દરેક પ્રકારની તકલીફો દૂર થાય છે. હનુમાન જયંતીના દિવસે પોતાની રાશિ અનુસાર મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂરી થઇ શકે છે.

મેષ, વૃષભ અને મિથુન રાશિવાળાએ હનુમાન જયંતિ પર ઓમ સર્વદુખ હરાય નમઃનો જાપ કરવો.

કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોએ આ હનુમાન જયંતિ પર ઓમ પરશૌર્ય વિનાશન નમઃ નો જાપ કરવાથી સારી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોએ ઓમ મનોજવયા નમઃ અને ઓમ લક્ષ્મણપ્રાણદાત્રે નમઃનો જાપ કરવાથી સફળતા મળશે.

મકર, કુંભ અને મીન રાશિના જાતક આ હનુમાન જયંતિ પર ઓમ સર્વગ્રહ વિનાશી નમઃનો જાપ કરવાથી શુભ રહેશે.

You might also like