ઘરમાં ગમે ત્યાં ન લગાવશો હનુમાનજીનો ફોટો, નહીં તો થશે અનર્થ

પૌરાણિક સમયથી ઘરમાં ભગવાનનાં ચિત્રો લગાવવાની પ્રથા ચાલી આવે છે. આવા ફોટા લગાવવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે. ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટો રાખવાથી ચમત્કારી પ્રભાવ પણ જોવા મળે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં એવા અનેક નિયમો દર્શાવામાં આવ્યા છે જેના આધારે જાણી શકાય છે કે કેવા ફોટા ઘરમાં ક્યા લગાવવા જોઈએ.

વાસ્તુ અનુસાર જો ઘરમાં ભગવાનના ફોટા લગાવવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તેમાં સૌથી વધારે તકેદારી હનુમાન દાદાના ફોટા લગાવવામાં રાખવી જોઈએ. હનુમાનજીનો ફોટો ઘરમાં રાખવાથી લાભ થાય છે પરંતુ તેની સાથે કેટલીક જાણકારી હોવી પણ જરૂરી છે. જેમકે હનુમાનજીની તસવીર બેડરૂમમાં ક્યારેય ન રાખવી. તેમનો ફોટો માત્ર મંદિર અથવા કોઈ પવિત્ર સ્થળે જ લગાવવો. રામ ભક્ત હનુમાનનો ફોટો દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ કારણ કે તેઓ પોતાની શક્તિઓનો પ્રયોગ દક્ષિણ દિશામાં કર્યો હતો. હનુમાનજીનું પંચમુખી ચિત્ર, હાથમાં પર્વત ઊઠાવેલો હોય તેવું ચિત્ર અથવા રામ ભજન કરતાં ફોટા ઘરમાં રાખવા જોઈએ. દક્ષિણ દિશામાં હનુમાનજીનો ફોટો જ્યાં લગાવેલો હોય ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી અને સુખ શાંતિ જળવાઈ રહે છે. હનુમાનજી દરેક ખરાબ તત્ત્વોને રોકી દે છે. યુવા વર્ગે દિવસમાં એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જ જોઈએ.

ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીની ઉપાસના કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. હનુમાનજી એવા દેવ છે જે થોડી પ્રાર્થના અને પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેમાં પણ મંગળવાર અને શનિવારે હનુમાનજીનું પૂજન શ્રેષ્ઠ ફળ આપે છે. જે પણ વ્યક્તિ જીવનનાં સંકટથી મુક્ત થવા ઈચ્છુક હોય તો તેમણે નીચે આપેલા મંત્રોના જાપથી હનુમાનજીને ભજવા જોઈએ. આમ કરવાથી તુરંત શુભ ફળની પ્રાપ્તિ થાય છે.સામાન્ય રીતે તો હનુમાનજીના ભક્તો હનુમાન ચાલીસાનું જ પઠન કરતાં હોય છે પણ તેમના પ્રિય બનવા માટે સમસ્યાનુસાર મંત્રોનો જાપ કરવાથી ઝડપથી પરિણામ મળે છે. ખાસ દિવસો હોય ત્યારે હનુમાનજીને નાળિયેર, સિંદૂર, ધૂપ અને દીવો કરવો જોઈએ. સાથે જ નીચે આપેલા મંત્રોમાંથી કોઈપણને એક માળા એટલે કે ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

શત્રુથી છૂટકારો મેળવવા માટે ૐ પૂર્વ કપિમુખાય પંચમુખ હનુમતે ટંટંટંટંટં સકલ શત્રુ સંહારાણાય સ્વાહા •

You might also like