બજરંગબલી કરશે મનોકામના પુરી, વર્ષમાં એક વાર કરો આ કામ……

728_90

આપણા શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેને અપનાવીને જીવનમાં આપણે પ્રગતી, નામ, સુખ-સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમાનો એક ઉપાય છે, ઘરમાં નાના મંદિરની સ્થાપના કરાવવી. મંદિરની સ્થાપના કરાવતી વખતે એ ધ્યાન રાખો કે તેમાં જે પણ પ્રતિમાં રાખો, તેની પ્રાણ-પ્રતિષ્ઠા જરૂર કરો. ત્યાર બાદજ પ્રતિમાંને સ્થાપિત કરવી.અહંકાર એવો શબ્દ છે જે તમારા, જ્ઞાન, પ્રગતિ, સિદ્ધિને નષ્ટ કરે છે. નામ અને ખ્યાતિ પ્રાપ્ત કરવી છે, તો અહંકારને ત્યાગવો જરૂરી છે, ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે અહંકારી વ્યક્તિનું ક્યારેય નામ થતુ નથી. જે વ્યક્તિમા અહંકારનો ભાવ આવી જાય છે, તેમનો વિનાશ નિશ્ચિત છે. જે વ્યક્તિ પ્રતિદિન ભગવાનનું ભજન-કીર્તન કરે છે તે દરેક પ્રકારના દુઃખોથી મુક્ત રહે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, જો તમે તમારી રાશિ અનુસાર , દેવી કે દેવતાનું નિત્ય પુજન કરો છો, તો તેનાથી તમારી ખ્યાતિ દુર દુર સુધી ફેલાય છે અને કાર્યસિદ્ધિ પણ થાય છે.

જે ઘરમાં નિત્ય તુલસી પૂજન થાય છે. તે ઘરના સભ્ય ખાસકરીને ઘરનો મુખી અને સ્ત્રી વિશેષ લાભ કમાતા હોય છે. ગૌમાતામાં દરેક દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે માન્યતા છે કે ગાયને નિત્ય રોટલી, લીલો ઘાસચારો ખવડાવવાથી જીવનમાં સુખની પ્રપ્તિ થાય છે. ગૌ સેવા કરવા વાળા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી અને સરસ્વતીનો વાસ થાય છે. જેનાથી ઘરમાં સુખ અને સમૃધ્ધી આવે છે.

લાભકારી છે હનુમાનજીનો યજ્ઞ

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં હનુમાન પૂજન અને યજ્ઞનો વિશેષ લાભ જણાવવામાં આવ્યો છે. તમામ પ્રયત્નો બદ પણ જો ઘરમાં કૃપા નથી થતી, તેવામાં હનુમાનજીની આરાધના કરવાથી વિશેષ લાભ મળે છે. ઘરમા દર ત્રણ મહિને હનુમાન યજ્ઞ કે વર્ષમાં એકવાર સુંદરકાંડનો પાઠ પણ કરાવી શકાય છે. આવુ કરવાથી મનુષ્ય પરથી દરેક ખરાબ પ્રભાવ દુર થાય છે અને તેના પરિવારને ક્યારે ખરાબ નજર લાગતી નથી. ધાર્મિક મતાનુસાર, હનુમાન ચાલીસા, રામચરિત માનસ, રામચરિત માનસ, મહામૃત્યુજંય મંત્ર, ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ ખુબ નામ કમાય છે.

પ્રસિદ્ધિ મેળવવા માટે રોજ 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 108 વખત મહામૃત્યુજંય મંત્રનો જાપ રોજ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર પોતાની ઈચ્છા પ્રમાણે જપી શકાય છે. આમાંથી કોઈ એક મંત્રનો જાપ વિધિવત રીતે રોજ કરશો,તો નિશ્ચિત રૂપે લાભ થશે જ.

સોમવારે શિવ મંદિરમાં ગૌરી-શંકર રૂદ્રાક્ષ ચઢાવવો. આ ઉપરાંત પ્રતિદિન કે દર સોમવારે નિયમિતરૂપે બીલીપત્ર પર સફેદ ચંદનનો તિલક લગાવી મનમાં શિવજીનું ધ્યાન ધરીને પોતાની ઈચ્છા બોલીને બિલીપત્રને શિવલીંગ પર ચઢાવવું.

દાનથી થશે કલ્યાણ
ઈશ્વરીકૃપાથી આપણે કમાઈએ તો ઘણુ છે પણ પોતાની આવકનો એક પણ ભાગ આપણે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરતા નથી, ગરીબોને ભોજન, વસ્ત્ર, અનાજ, બાળકોને શિક્ષાદાન કરવાથી લાભના દ્વાર ખુલી જાય છે અને સમાજમાં તમારૂ નામ પણ થાય છે.ધાર્મિક માન્યતા અનુંસાર, કોઈ વિધવા સ્ત્રીની મદદ કરવી, ગરીબ કન્યાના લગ્ન કરાવવા, વિકલાંગ ને મદદ કરવલી, વ્યક્તિને ભોજન કરાવવું, 101 વૃક્ષ લગાવવા, ગાયનું દાન કરવુ તમામ ઉપાયો છે. જેનાથી ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે.

You might also like
728_90