હનુમા વિહારી ટેસ્ટ રમ્યા વગર છે ડોન બ્રેડમેનની નજીક, કોહલી દૂર-દૂર સુધી નહી…

ઇંગ્લેન્ડ સામેની ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં પૃથ્વી શો અને હનુમા વિહારી બંને નામ હતા. ક્રિકેટપ્રેમીઓને ટીમમાં ફેરફારને લઇને આશા તો હતી પરંતુ સંભવિત ટીમમાં હનુમાની જગ્યા નહોતી.

ચાહકો પૃથ્વી શોની સાથે મંયક અગ્રવાલના ટીમમાં સમાવેશની આશા હતી. પૃથ્વી અને મયંક બંનેએ ગત બે મહીનામાં એક હજારથી વધારે રન બનાવ્યા છે. હનુમાએ આ દરમિયાન અંદાજે 600 રન બનાવ્યા છે. હનુમા ફર્સ્ટકલાસ ક્રિકેટમાં સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે.

તે ક્રિકેટના આ ફોર્મેટમાં સર ડોન બ્રેડમેનની ઘણી નજીક છે. બ્રેડમેને 234 મેચમાં 95.14ની સરેરાશથી 28,067 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટની જેમ ફર્સ્ટકલાસમાં પણ બ્રેડમેનની સરેરાશ વધારે છે. આશ્ચર્યની વાત છે ફર્સ્ટકલાસ ક્રિકેટની સરેરાશની વાત કરીએ તો હનુમા વિહાર પણ આ યાદીમાં ટોપ-10માં છે.

તે ક્રિકેટરોમાં એકમાત્ર બેટસમેન છે જે આ લિસ્ટ ટોપ-10માં છે. તેને 63 મેચમાં 59.79 સરરેાશથી 5142 રન બનાવ્યા છે. જેમાં 15 સદી સામેલ છે. સચિન તેંડૂલકર ફર્સ્ટકલાસ ક્રિકેટની યાદીમાં 14માં નંબરે અને ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી આ યાદીમાં ટોપ-40માં પણ નથી. વિરાટ કોહલીનો 44મો નંબર છે.

You might also like