રાજનાથ સિંહે BSF જવાનોને કહ્યુ, પાકિસ્તાનને જવાબ આપવાનો નિર્ણય તમે કરો….

BSF ના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે જમ્મૂ-કશ્મીરમાં સરહદ પર પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત સીઝફાયર ઉલ્લંઘન મામલે જોરદાર હુમલો કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યુ ‘કારણ સમજવું અઘરુ છે, તે રિસર્ચનો વિષય હોઈ શકે છે, પણ પાકિસ્તાન તેની હરકતો બંધ કરતુ નથી. પહેલી ગોળી તો પડોસી પર ન ચાલવી જોઈએ, પણ જો ત્યાંથી ચાલી જાય છે, તો શું કરવું તેનો નિર્ણય તમારે કરવાનો છે.’

આ મામલે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ‘ગૃહ મંત્રાલયે રમઝાન દરમ્યાન કોઈ પણ ઓપરેશનમાં સમાવેશ ન થવાનો નિર્દેશ આપ્યો હતો. તેનો મતલબ એ નથી કે આપણા સુરક્ષાદળ કોઈ પણ સ્થિતીમાં જવાબ નહીં આપે. તે ઉચ્ચીત સમયે જવાબ આપશે.’

આ પહેલા, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધ વિરામ ભંગ પર ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યુ કે પાકિસ્તાન સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યુ છે, મે અને આખી દુનિયાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની બે મોઢાની વાત સાંભળી છે. જે દુઃખદ છે. આપણા જવાન ચુપ નથી બેઠા, તેમને જડબાતોડ જવાબ આપતા રહેવામાં આવશે.

 

 

પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી

તેમણે કહ્યુ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, એટલે જ ભારત દ્વારા રમઝાન દરમ્યાન સૈન્ય ઓપરેશન રોકવાની પહેલ હોવા છતા તે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યુ છે. ગૃહ રાજ્યમંત્રીએ પાકિસ્તાનની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર રમઝાનના પવિત્ર મહિનામાં સૈન્ય ઓપરેશન નહી કરવાનો નિર્ણય કર્યો હતો. પણ પાકિસ્તાન પોતાનો સ્વભાવ સુધારવા તૈયાર જ નથી.

You might also like