પાકિસ્તાન સુપર લીગઃ વોટસનને ઈજા થતાં ઓસી. ટીમને ઝટકો

દુબઈઃ ટી-૨૦ વિશ્વકપ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગી શકે છે. ટીમનાે સૌથી વિશ્વાસપાત્ર ઓલરાઉન્ડર શેન વોટસન આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે, કારણ કે વોટસન દુબઈમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગમાં રમતાં ઈજાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે તે ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે. ઇસ્લામાબાદ યુનાઇટેડ તરફથી બોલિંગ કરતી વખતે વોટસનના પેટમાં ઈજા થઈ છે. વોટસનની ઈજા કેટલી ગંભીર છે એ અંગેની સંપૂર્ણ જાણકારી હજુ સુધી મળી શકી છે.

વોટસને આ લીગની છ મેચમાં ૧૯૪ રન બનાવ્યા છે, જેમાં ૧૬ ચોગ્ગા અને ૧૧ છગ્ગા સામેલ છે. વોટસને ક્વેટા વિરુદ્ધ ૨૮ બોલમાં ૪૦ રનની ઇનિંગ્સ રમી હતી અને બુધવારે લાહોર વિરુદ્ધ બેટિંગ કરતાં ૪૭ બોલમાં ૭૯ રન ઝૂડી કાઢ્યા હતા. ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં વોટસન ઈજાગ્રસ્ત થવાથી ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારત વિરુદ્ધ ટી-૨૦ શ્રેણીમાં સદી ફટકારનારાે વોટસન ઓસી. ટીમનો શાનદાર ઓલરાઉન્ડર છે.

You might also like