હાથની પકડ ઢીલી હોય તો ભવિષ્યમાં ડાયાબિટીસ થઇ શકે છે

તમે કોઇ ચીજ પકડો છો ત્યારે તમારી ગ્રીપ ઢીલી હોય છે કે મજબૂત? આવું પૂછવાનું કારણ તમે કેટલા તાકતવર છો એ જાણવાનો નથી, પરંતુ તમને ડાયાબિટીસનું કેટલું જોખમ છે એ જાણવા માટે આ સવાલ મહત્ત્વનો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના રિસર્ચરોનુું કહેવું છે કે પકડ મજબૂત રાખી શકતા ન હોય એવા લોકોને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવનાઓ વધુ હોય છે. વૈજ્ઞાનિકોએ વ્યકિતની પકડની તાકાતને તેમના બોડી માસની સરખામણીએ કેલ્કયુલેટ કરીને તારવ્યું હતું કે મસલ્સની સ્ટ્રેન્થ ઘટી હોય તેમને કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ થવાની સંભાવના વધે છે. મસલ્સ નબળા પડવાથી સૌથી પહેલાં વ્યકિતની પકડમાં ફરક દેખાવા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like