દિવ્યાંગ યુવકના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ધરમધક્કા

અમદાવાદ: અમદાવાદથી લંડન 16 હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન 16 દેશની મુલાકાતે જવાની તૈયારી કરી રહેલી અમદાવાદના સમીર કક્કડ છેલ્લા દોઢ મહિનાથી ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આરટીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વાહનવ્યવહારની નીતિમાં દિવ્યાંગોને ઇન્ટરનેશનલ લાઇસન્સ આપવા માટે જોગવાઈ નથી જેના કારણે સમીર કક્કડને લંડન જવાનું સપનું ધૂંધળું દેખાઈ રહ્યું છે.

દિવ્યાંગ સમીર કક્કડ જે ગુજરાત રાજ્ય દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ રેસિંગ ઈવેન્ટમાં ભાગ લેવા માટેનું ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવ્યું છે.જે ભાગ્યે જ કોઈ સામાન્ય વ્યક્તિ પાસે હોય છે.સમીર કક્કડ કેન્દ્ર સરકારના સુગમ્ય ભારત અને સફાઇ અભ્યાન ઉપરાંત રોડ સેફ્ટીના અભિયાનને લઈને 16મેના દિવસે કાર લઈને 16 દેશના સફરે જવાનું છે. સમીર કક્કડે દોઢ મહિના પહેલાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં તેમના તમામ ડોક્યુમેન્ટ અને મેડિકલ સર્ટીફિકેટ સાથે અરજી કરી હતી.

એઆરટીમાં ડી.એચ.યાદવે સમીર કક્કડને કીધું હતું કે દેશ માટે ગર્વની વાત છે દિવ્યાંગો કાર લઈને 16 દેશની યાત્રાએ જાય છે તેમના માટે આરટીઓ તરફથી સંપૂર્ણ મદદ કરવામાં આવશે,અને ઇન્ટરનેશનલ લાઇસન્સ ત્વરિત આપી દેવા આવશે,પરંતુ આ વાતને આજે દોઢ મહિનો થઇ ગયો પરંતુ સમીર કક્કડને લાઇસન્સ મળ્યું નથી. સમીર કક્કડે આરટીઓ સુપરિન્ટેન્ડેન્ટ જી.એસ.પરમારને રજૂઆત કરી હતી. પરમારે એવું જણાવ્યું કે દિવ્યાંગો માટે સરકારની ગાઇડલાઇનમાં કોઈ જોગવાઈ નથી. સમીર કક્કડે વાહન વ્યવહાર વિભાગ મુખ્યપ્રધાન અને વડા પ્રધાનની કચેરી સુધી રજુઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

આરટીઓના સુપરવાઈઝર અમિત ઠાકોર જણાવે છે આરટીઓમાં દિવ્યાંગોને ઈન્ટરનેશનલ લાયસન્સની જોગવાઈ નથી. આવા કિસ્સામાં તો તેમને બુક ઇશ્યૂ કરી દેવી જોઈએ. પણ તમે કમિશનર સાહેબને પૂછશો તો તેમને વધુ ખ્યાલ હશે

દિવ્યાંગ સમીર કક્કડ જણાવે છે કે મને લાઇસન્સ જલ્દી મળી જશે તેવી બાંયધરી આપી હતી. એઆરટીઓ એ.આર. યાદવે ફોર્મમાં રિમાર્ક કરી છે કે જો સ્માર્ટકાર્ડ ના નીકળે તો તેમને બુક ઇશ્યૂ કરી દેવી પરંતુ ક્યા કારણસર મને લાઇસન્સ આપવામાં નથી આવતું. આ અંગે વાહનવ્યવહાર કમિશનર આર.એમ. જાદવ સાથે સંપર્ક થઇ શક્યો ન હતો.
http://sambhaavnews.com/

You might also like