હાથની અાંગળીઓની લંબાઈ પરથી કહી શકાશે કે તમે સ્પોર્ટ્સમાં કેવા છો?

તમે સ્પોર્ટ્સમાં સફળ થશો કે નહીં એ અમારી અાંગળીઓની લંબાઈ પરથી સાયન્ટિસ્ટો કહી અાપી શકે છે. એટ લીસ્ટ અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ડકોટાના પ્રોફેસરોનું અાવું કહેવું છે. પહેલી અાંગળી અને રિંગ પહેરવાની ત્રીજી અાંગળીની લંબાઈનો રેશિયો અને શરીરની મસ્ક્યુલર સ્ટ્રેંગ્થ વચ્ચે સંબંધ હોય છે. અા બે અાંગળીઓની લંબાઈના રેશિયોને ડિજિટ રેશિયો કહે છે જે છોકરાઓમાં મસ્ક્યુલર સ્ટ્રેંગ્થ કેટલી છે એ બતાવે છે. સામાન્ય રીતે છોકરીઓમાં અા બે અાંગળીઓની લંબાઈ લગભગ સરખી હોય છે, જ્યારે છોકરાઓમાં રિંગ-ફિન્ગર પહેલી અાંગળી કરતાં લાંબી હોય છે. અા બદલાવ બાળક ગર્ભમાં હોય ત્યારથી જ અાકાર લે છે.

You might also like