દિવાળીએ હવે આ રીતે ઘરે જ બનાવો ખંભાતનું સ્વાદિષ્ટ હલવાસન

બનાવવા માટેની સામગ્રીઃ
દૂધઃ ૧ લીટર
રવોઃ ૨ ટેબલ સ્પૂન
ખાવાનો ગુંદરઃ ૨ ટેબલ સ્પૂન
સ્પૂન ઘીઃ ૨ ટેબલ
ખાટું દહીં: ૨ ટેબલ સ્પૂન
ખાંડઃ ૧ કપ
એલચીનાં દાણાં: ૧/૨ ટી સ્પૂન
જાયફળઃ એક
કાજુ, બદામની પાતળી કતરણ / છીણઃ એક ટેબલ સ્પૂન

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક વાસણ લો. તેમાં દૂધને ઉમેરો ને તેને બાદમાં ઉકળવા મૂકી રાખો. થોડી વાર પછી તેમાં ખાટુ દહીં ઉમેરો અને જેથી તે દૂધ ફાટી જશે. હવે તેને વધારે સમય સુધી ઉકળવા દો. બાદમાં બીજું એક પહોળું વાસણ લો અને તેમાં ઘીને ગરમ કરો. પછી તેમાં રવો નાખીને તે ગુલાબી થાય ત્યાં સુધી તેને બરાબર સાંતળો.

હવે તેમાં ખાવાનો ગુંદર ઉમેરો અને તે ફુલી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે આ બધું જ મિશ્રણ ઉકળતા દૂધમાં નાખી દો. બીજી બાજુ એક વાસણમાં ખાંડની પાણી વગરની ચાસણી બનાવો. હવે ખાંડ બદામી રંગની થઇ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો અને બાદમાં તેને પણ ઉકળતા દૂધ, રવા અને ગુંદરનાં મિશ્રણમાં ઉમેરી દો.

હવે જ્યારે આ મિશ્રણ બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ગેસ પર સતત હલાવતા રહો. છેલ્લે જાયફળ અને એલચીનો પાવડર કરીને આ મિશ્રણમાં તેને ઉમેરીને ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણ જ્યારે સાધારણ ઠંડું પડે એટલે તેનાં નાના નાના ગોળા વાળીને તેને ઉપરથી સહેજ દબાવીને તેનો પેંડા જેવો આકાર બનાવી લો.

હવે તેની ઉપર કાજુ અને બદામની પાતળી છીણ અથવા તો તેને કતરણ નાખીને દબાવી દો. બાદમાં એકાદ દિવસ સુધી તેને ઠરવા દો. બાદમાં જો તેને પીરસવામાં આવે તો જ તેનો સ્વાદ પકડાશે. મહત્વનું છે કે આ રીતમાં બતાવવામાં આવેલ પ્રમાણસર માપ મુજબ સામગ્રી લેવામાં આવે તો તેનાં 15થી 18 જેટલાં નંગ બનશે.

You might also like