જો સત્વરે સહાય નહી મળે તો અડધુ યમન ભુખથી મરી જશે

સના : યૂનાઇટેડ નેશન્લનાં ખાદ્ય વિભાગ દ્વારા યમનમાં ખાદ્ય પુરવઠ્ઠા અંગે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. યૂએનનું કહેવું છે કે આ દેશમાં ખાદ્ય સંકટ ભયાનક રીતે સામે આવી રહ્યું છે. યૂએનનાં અનુસાર યમનમાં દુષ્કાળ મોઢુ ફાડીને ઉભો છે. 22 રાજ્યો પૈકી 10માં ભયંકર ખાદ્ય સંકટની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ખતરનાક સ્તર પર ખાદ્ય સંકટની પરિસ્થિતી છે. આ વિસ્તારમાં દુષ્કાળ ખતરાનાં નિશાનથી લગભગ એક પોઇન્ટ દુર છે. આ તમામ ચેતવણીઓ વર્લ્ડ ફૂટ પ્રોગ્રામ (ડબલ્યૂએફપી)ની તરફથી ઉચ્ચારવામાં આવી છે.
આ સંસ્થાનાં રીઝનલ ડાયરેક્ટર મૈથ્યુ હોલિગવર્થે યમનની રાજધાની સનામાં કહ્યું કે તે સ્પષ્ટ છે કે દુનિયામાં યમન આજની તારીખમાં કામ કરવાની રીતે સૌથી ખતરનાક સ્થાન છે. અહીં સુરક્ષાનાં મુદ્દે કોઇ પણ સ્યોરીટી નથી. સંધર્ષોમાં સતત વધારો થઇ રહ્યો છે અને આખા દેશમાં હિંસા ચાલી રહી છે.
મૈથ્યુંએ કહ્યું કે અમે સતત લોકો સુધી પહોંચવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ. તેમ છતા પણ અડધો દેષ દુષ્કાળગ્રસ્ત થવાની તૈયારીમાં છે. વૈશ્વિક સમુહની સખત જરૂર છે. આગામી મહિનાઓમાં અહીં પરિસ્થિતી ખુબ જ બદતર થવાની છે. દેશની અડધી વસ્તી એલટે લે 14,400,000 લોકો આગામી સમયમાં ભુખનાં સંકટ સામે જજુમતા જોવા મળશે. એટલે સુધી કે જો યોગ્ય સમયે મદદ નહી મળે તો આ તમામ લોકોનાં મોત પણ થઇ શકે છે.

You might also like