રેસ્ટોરામાં શરૂ થશે હાફ પ્લેટ ફૂડ સિસ્ટમ : ખાવાનાં પ્રમાણની માહિતી અપાશે

નવી દિલ્હી : હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડનાં થતા બગાડને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર પીરસવામાં આવતા ભોજનનું પ્રમાણ નક્કી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અંગે હોટલ એસોસિએશન અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો કે હાફ પ્લેટ ફૂટ સિસ્ટમ શરૂ કરવા સહિત 3 ઉપાય પણ સૂચવવામાં આવ્યા છે.

ફૂડનો બગાડ અટકાવવા માટે હોટલ એસોસિએશન અને સરકાર વચ્ચે વાતચીત થઇ છે. જે દરમિયાન બંન્ને પક્ષો કેટલાક મુદ્દે સંમતી બની છે. આ માટે 3 ઉફાય પણ સુચવવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકોને ખાવાની માત્રાની માહિતી મળશે, સ્ટાફ વેઇટર્સને ટ્રેનિંગ આપવામાં આવે અને હાફ પ્લેટ ફૂડ સિસ્ટમની શરૂઆત કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

ફૂડ અને કન્ઝયુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને કહ્યું કે ફૂડનો બગાડ અટકાવવા કોઇ કાયદો નથી બનાવી રહ્યા. રેસ્ટોરામાં સર્વિસ ચાર્જ મુદ્દે એડ્વાઇઝરી તૈયાર કરવામાં આવી છે. એડવાઇઝરીને મંજુરી માટે PMOમાં મોકલવામાં આવી છે.

You might also like