Categories: World

અમેરિકામાં અડધાં બાળકો ગરીબીરેખા હેઠળ જીવે છે

ન્યૂયોર્ક: અમેરિકામાં અાવેલા એક નવા રિપોર્ટમાં દાવો કરાયો છે કે અા વિકસિત દેશમાં લગભગ અડધાં બાળકો ગરીબીરેખાની અાસપાસની સ્થિતિમાં જીવન જીવી રહ્યાં છે. હાલના સમયમાં અેવા પરિવારોમાં રહેનાર બાળકોની સંખ્યા વધી રહી છે, જે બાળકોની પાયાની જરૂરિયાતોનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી.

કોલંબિયા યુનિવર્સિટી સ્થિત નેશનલ સેન્ટર ફોર ચિલ્ડ્રન ઇન પોવર્ટી (એનસીસીપી)ના સંશોધકો તરફથી તૈયાર કરાયેલા રિપોર્ટમાં સમગ્ર અમેરિકામાં અાર્થિક અસ્થિરતા અને ગરીબીની પરિસ્થિતિની ગંભીરતાનો ઉલ્લેખ કરાયો છે, તેમાં ૩.૧ કરોડથી વધુ બાળકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યાં છે.

એનસીસીપી સાથે જોડાયેલી રીની વિલ્સને કહ્યું કે અા ડેટા અત્યાર સુધીની એ માન્યતાઅોને પડકાર ફેંકે છે, જેમાં લોકો વિચારે છે કે ગરીબી કેવી હોય છે અને દેશમાં કયાં બાળકોને તેનો ખતરો છે.

સંશોધકોના જણાવ્યા મુજબ અમેરિકામાં ગરીબ બાળકોની સંખ્યામાં ૨૦૦૮થી ૨૦૧૪ સુધી ૧૮ ટકાનો વધારો થયો છે. અોછી અાવકવાળા ઘરમાં રહેનાર બાળકોની સંખ્યામાં ૧૦ ટકા વધારો થયો છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં દર ૧૦માંથી ૪ બાળકો ગરીબીરેખાની અાસપાસની સ્થિતિમાં જીવી રહ્યાં છે.

admin

Recent Posts

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

6 mins ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

16 mins ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

18 mins ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

19 mins ago

પત્રકાર મર્ડર કેસમાં આજે રામરહીમને સજા સંભળાવાશે

ચંડીગઢ: પંચકુલાની સીબીઆઈ કોર્ટ આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામરહીમ સહિત અન્યને સજા સંભળાવશે.…

32 mins ago

34 દિવસ બાદ મેઘાલયની ખાણમાંથી એક મજૂરનો મૃતદેહ મળ્યોઃ ૧૪ માટે સર્ચ જારી

શિલોંગ: મેઘાલયના પૂર્વીય જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલ ગેરકાયદે કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરો માટે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના ૩૪મા દિવસે…

35 mins ago