નોઇડાની હલ્દીરામ ફેક્ટરીમાં ભીષણ આગઃ છ દાઝ્યા

નોઇડા સેકટર-૬૮ સ્થિત હલ્દીરામ કંપનીની ફેક્ટરીમાં રાત્રે ૯-૦૦ વાગ્યે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે ૧ર કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. આ આગમાં છ લોકો દાઝી ગયા હતા, જોકે કોઇ મોટી ખુવારી થયાના અહેવાલ નથી. આગના કારણે મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ ફેક્ટરીના ગોડાઉનમાં લાગી હતી. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને તાત્કાલિક સુર‌િક્ષત બહાર કાઢવામાં આવ્યા હતા. નોઇડા અને ગાઝિયાબાદથી ફાયર બ્રિગેડના ર૦ અગ્નિશામક વાહનો સ્થળ પહોંચી ગયાં હતાં. કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.

You might also like