આજથી હજ યાત્રાનો પ્રારંભ, નકવીએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ: ગુજરાતમાં આજથી હજયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે ઇતિહાસમાં પ્રથમ વખત 7500થી પણ વધારે હજયાત્રીઓ હજયાત્રા પર જઇ રહ્યા છે. જેમાં 300 હાજીઓને લઈને પહેલી ફ્લાઈટ સવારે 9 વાગે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-3થી રવાના થઈ છે. જે સાઉદી ખાતે ત્યાંના સ્થાનિક સમય મુજબ 11.10 વાગે પહોંચશે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ફ્લાઈટમાં જનારા હાજીઓને શુભેચ્છા પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી દરેક ફ્લાઈટમાં હાજીઓ સાથે 1થી 2 સ્વયંસેવક મોકલાશે તેવું જાણવા મળ્યું છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી બાબુભાઈ બોખીરીયા, નિર્મલા વાધવાણી , હજ કમિટીના પદાધકારી સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સરદાર વલ્લભભાઇ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનાં હજ ટર્મીનલ-૩ ખાતે હજયાત્રી વિદાય શુભેચ્છા સમારંભ અને ભારતીય હજ ગુડવીલ મિશન-૨૦૧૬માં નાયબ અધ્યક્ષ પદે પસંદગી પામેલા ગુજરાત રાજ્યના હજ કમિટિના ચેરમેન પ્રિન્સીપાલ મોહમદ અલી કાદરનો સન્માન સમારંભ, ગુજરાત રાજ્ય હજ કમિટિના સભ્યોને હજ ૨૦૧૫ની સુંદર કામગીરી માટે સન્માન સ્મૃતિ ચિન્હ આપવાનો અને ગુજરાત રાજ્યના હજ યાત્રીઓને હજ માટે રવાનગી કરાવવાનો વિવિધ કાર્યક્રમ ભારત સરકારના લઘુમતિ મંત્રાલય બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીજીના અધ્યક્ષ સ્થાને યોજયો હતો.

 

You might also like