હૈતીમાં સંગીતકારો વ્ચ્ચે બસ ઘુસી જતાં 38 લોકોના મૃત્યુ. અધિકારી

હૈતી;  ઉતર હૈતીમાં ખૂબ ઝડપથી ચાલી રહેલ એક બસ ત્યાનાં સ્થાનીય સંગીતકારોના સમુહ વચ્ચે ઘુસી જતાં 38 લોકોની મોત થઈ. ગોનવાઈસ શહેરમાં થયેલા આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે.

હૈતીના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ મારી-આલ્તા જિયા બાપ્તિસ્તાએ જણાવ્યુ કે આ બસે સૌ પ્રથમ રસ્તા પર ચાલી રહેલા લોકોને પોતાની અડફેટે લીધા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. બસ ચાલકે ત્યાંથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો અને બસ સંગીતકારોના સમુહ સાથે  અથડાઈ જેમાં 4 લોકોનું મૃત્યુ થયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા.

You might also like