શું તમે બદલાતી સિઝનમાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો?

બદલાતી સિઝનમાં વ્યક્તિના શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. સ્વાસ્થ્યને લઇને પણ બદલાવ આવ્યા કરે છે. ત્યારે તમે શું બદલાતી ઋતુમાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે કેટલાક કુદરતી હોમ રેમેડિસ અપવાની સરળતાથી ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છે.

મેથી પાન વાળ ખરવાની સમસ્યા રોકવા માટે અક્સીર ઉપાય છે. મેથીના પાનમાં એવા તત્વો હોય છે, જેનાથી વાળના પુનર્નિર્માણ અને વાળના વિકાસના વધારતા હોર્મોન્સમાં વધારો થાય છે.

મેથીના પાનમાં મળનારા પ્રોટીન અને નિકોટિનિક એસિડથી વાળ વધવામાં મદદ મળે છે. સાથે જ સ્કાલ્પની મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે નવા વાળ માટે ઉપયોગી સાબિત થાય છે.

મેથીના પાનનો ઉપયોગ કરવા માટે એક કપ મેથીના દાણા લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ દાણાને વાટીને તેની પેસ્ટ બનાવી દો.

આ પેસ્ટથી મસાજ કરતા કરતા સ્કાલ્પ પર લગાવી દો. 40 મિનિટ સુધી આ પેસ્ટ શૉવર કૈપથી કવર કરી લો. 40 મિનિટ પછી કોઈ હર્બલ શૈંપુ કે અન્ય સારા શૈંપુથી માથુ ધોઈ લો. એક સપ્તાહ પછી આ ફરીથી કરો.

You might also like