Categories: Lifestyle

લોંગ હેર માટે હેરસ્ટાઈલ્સ

વર્કિંગ વુમનને ઓફિસ જતાં કેવી હેરસ્ટાઈલ કરવી તેનો પ્રશ્ન હોય છે તો સાથેસાથે પ્રસંગોપાત ઝડપથી લેટેસ્ટ હેરસ્ટાઈલ કેવી રીતે કરવી તેની સમસ્યા નડતી હોય છે. આ મૂંઝવણ દૂર કરવા ફટાફટ હેરસ્ટાઈલ અંગે ટિપ્સ આપતાં શેડ એન્ડ શાઈન સ્પાલૂનના આદીલ કાદરી જણાવે છે કે, “વર્કિંગ વુમનને ઓફિસથી આવ્યા બાદ પાર્લરમાં જવાનો સમય હોતો નથી ત્યારે ઘેરબેઠા હેરસ્ટાઈલ કરવા ડ્રેસિંગને અનુરૂપ હેરસ્ટાઈલ રાખવી જોઈએ.”

પાર્ટી માટે હેરસ્ટાઈલ
પ્રસંગોપાત હેરસ્ટાઈલ કરવી હોય ત્યારે સૌપ્રથમ વાળને શેમ્પૂ અને કન્ડિશનિંગ કરો. બાદમાં ભીના વાળને બ્લૉ ડ્રાય કરો. બ્લૉ ડ્રાય કરતી વખતે વાળને પૂરેપૂરા સૂકવવા નહીં. બ્લૉ ડ્રાય કર્યા બાદ વાળમાં મુસ લગાવો. જો મુસ ન હોય તો માત્ર બે ટીપાં સીરમ લગાવો. બાદમાં વાળને મંચ કરો. મંચિંગ વાળના છેડામાં જ કરો, તેનાથી વાળના કર્લ્સ નેચરલ અને સોફ્ટ દેખાશે. જો તમારા કર્લ્સ ડ્રાય અને અનમેનેજેબલ રહેતાં હોય તો આ રીત અપનાવવાથી તે વધુ સારા લાગશે. આટલું કર્યા બાદ વાળને ખુલ્લા કરી દો.

વર્કિંગ વુમન માટે હેરસ્ટાઈલ
વાળમાં આગળથી ઓલઓવર પફ લઈ બનાના બટરફ્લાયથી પિનઅપ કરો. બાદમાં ખુલ્લા રહેલા વાળમાં સીરમ લગાવો અને વાળને ઉપરથી નીચે માત્ર આંગળીઓની મદદથી મંચ કરો.

મેરેજ માટે હેરસ્ટાઈલ
પ્રસંગ માટે જ્યારે તમે તૈયાર થતા હોવ ત્યારે હેરને ટૉન આયર્નથી ઘરે જ કર્લ્સ કરી શકો છો. આ માટે વાળને શેમ્પૂ અને કન્ડિશનિંગ કર્યા બાદ પૂર્ણપણે બ્લૉ ડ્રાયથી સૂકવી નાખો. વાળ સહેજ પણ ભીના રહેવા ન જોઈએ. બાદમાં માત્ર બે ટીપાં સીરમ લગાવો. સીરમ માત્ર લેન્થ પર જ લગાવો. લેન્થમાં સેક્શન બાય સેક્શન ટૉન આયર્નથી કર્લ્સ કરો. બાદમાં વાળને ખોલીને ઉપરથી નીચે સુધી માત્ર આંગળીઓની મદદથી મંચ કરો. તેનાથી વોલ્યૂમ વધુ દેખાશે.

મંચ કર્યા બાદ બંને આઈબ્રોના કોર્નરના ઉપરના ભાગેથી વાળને લઈને પાછળના ભાગે લઈ જઈ ક્રાઉન બનાવો. બાદમાં સેક્શન બાય સેક્શન બૅક કોમ્બિંગ કરો. બેક કોમ્બિંગવાળા વાળને એક હાથે પકડી આગળના ભાગના વાળને કોમ્બથી ફિનિશિંગ આપો. બાદમાં બૅક કોમ્બિંગવાળા વાળને બે-ત્રણ સેફ્ટી પિનથી હૉલ્ડ કરી દો. આ હેરસ્ટાઈલમાં ખુલ્લા વાળને ડ્રેસને અનુરૂપ હોય તો આગળના ભાગે રાખી શકાય.

હેરસ્ટાઈલ દૂર કરવા આટલું કરો
હેરસ્ટાઈલ કર્યા બાદ વાળને શેમ્પૂ અને ડીપ કન્ડિશનિંગ કરો. આ માટે શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનરને મિડલ ટુ લેન્થ લગાવો. વાળના મૂળમાં કન્ડિશનર લગાવો નહી. લેન્થને ઉપરથી નીચેના ભાગે મંચીફ્લાય કરો. તેનાથી વાળના છેડા તૂટવા, ડ્રાય હેર, વાળ ખરવા સહિતની સમસ્યામાં રાહત રહેશે. આ પ્રકારે
વાળમાં ૨૦ મિનિટ સુધી કન્ડિશનર લગાવી રાખ્યા બાદ પાણીથી વાળ ધોઈ લો. દર ૧૫ દિવસે આ પ્રકારે ડીપ કન્ડિશનિંગ કરવાથી વાળ મેનેજેબલ રહેશે તેમજ ડ્રાયનેસ દૂર થશે.

સોનલ અનડકટ

admin

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

3 hours ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

3 hours ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

3 hours ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

4 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

4 hours ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

5 hours ago