hahaઅે FB પર hehe અને lolને પછાડ્યું

વોશિંગ્ટનઃ એફબી પર મિત્રો સાથે વાત કરતી વખતે તમે સ્માઈલના સિમ્બોલ બનાવતા haha, hehe અને lol જેવા શબ્દોનો ઉપયોગ કરતા હશો પરંતુ ઇ લાફિંગ પર થયેલા એક અભ્યાસમાં સામે અાવ્યું કે FB પર hahaઅે hehe અને lolને પછાડી દીધું છે. તેનો અર્થ અે છે કે ચેટ કરતી વખતે મોટાભાગના લોકો હસવાની વાત પર hahaનો ઉપયોગ કરે છે.

લગભગ ૫૧.૪ ટકા લોકોઅે વાતચીત દરમિયાન hahaનો ઉપયોગ કર્યો. જ્યારે ઇમોશન મોકલનાર લગભગ ૩૩.૭ લાખ લોકો હતા. અા ઉપરાંત hehe ૧૨.૭ ટકા અને lolનો ઉપયોગ ૧.૯ ટકા લોકોઅે કર્યો. સંશોધકોઅે જણાવ્યું કે ૧૫ ટકા લોકો કોઈપણ પોસ્ટ પર કોમેન્ટમાં હસવાના કોઈપણ સિમ્બોલનો ઉપયોગ કરતા નથી. 

You might also like