પાક.ના પરમાણું શસ્ત્રોની રેન્જમાં ભારત આવે છે : હાફિઝ સઇદ

ઇસ્લામાબાદ : લશ્કર-એ-તોયબાના ચીફ અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદે કહ્યું કે, ભારતીય પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આર્મી અધિકારીઓને વસાવી રહ્યાં છે. સઈદે એક રેલીમાં ધમકી આપતા કહ્યું હતું કે, ભારત અને ઈઝરાયેલ બંને દુશ્મન દેશો પાકિસ્તાનનાં પરમાણું હથિયારોની રેન્જમાં આવે છે.

સઈદે કહ્યું કે, નવાઝ શરીફે પાકિસ્તાન વિશે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ સામે પોતાની વાત રાખી નહોતી. સઈદે પઠાનકોટ પર હુમલો કરનારા જૈશના આતંકવાદીઓનું સમર્થન કર્યું હતું અને જૈશના પ્રમુખની ધરપકડને પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. હાફિઝે શરીફ પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘પાક. સરકારે ભારતને ખુશ કરવા માટે મૌલાના મસૂદ અઝહર અને અન્ય જેહાદીઓની ધરપકડ કરી હતી.’

સઈદે કહ્યું કે,’અઝહરની ધરપકડથી હું દુઃખી છું, તેમની ધરપકડ મોદી સરકારને ખુશ કરવા માટે કરવામાં આવી છે. આ કારણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર ભારતનું દબાણ વધશે. કાશ્મીર મુદ્દે પાકની પીછેહટ થશે. શરીફ સરકાર રાષ્ટ્રીય હિતોની અવગણના કરી રહી છે.’ – સઈદે કહ્યું કે, જયારે સુષ્મા સ્વરાજ પાકિસ્તાન મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમની પાસે છ મુદ્દાઓ હતા, જેમાંથી ૩ જમાતઉદદાવા વિશેના હતા.

You might also like