પાક.માં હાફિઝના જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ નથીઃ ગૃહ મંત્રાલય

ઇસ્લામાબાદ: પાકિસ્તાના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મુકાશે નહીં. ગૃહ મંત્રાલયે પાક. સંસદમાં જણાવ્યું છે કે ૬૧ પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં જમાત-ઉદ-દાવાનો સમાવેશ થતો નથી. પ્રતિબંધિત યાદીમાં આઇએસ, લશ્કર-એ-તોઇબા, લશ્કર-એ-ઝાંગવી, સિપા-એ-મોહંમદ પાકિસ્તાન, જૈસ-એ- મોહંમદ અને સિયા-એ-સહાબા જેવાં સંગઠનોનો સમાવેશ થાય છે.

ગૃહ રાજ્યપ્રધાન બલિગુર રહેમાને પાકિસ્તાની સંસદના ઉચ્ચ ગૃહને ૬૧ પ્રતિબંધિત આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરવાદી સંગઠનોની યાદી સુપરત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જમાત-ઉદ-દાવાનો આ યાદીમાં સમાવેશ થતો નથી, કારણ કે તેના પર કોઇ દેખરેખ રાખવામાં આવતી નથી.

આ યાદીમાં બલુચ અલગતાવાદી સંગઠનો જેવાં કે બલુચિસ્તાની રિપબ્લિકન આર્મી અને લશ્કર બલુચિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાં સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે કે જેથી આ સંગઠનો અથવા તેના જેવાં બીજાં સંગઠનો ફરીથી સક્રિય ન બને.

You might also like