મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિદ સઇદ થઇ શકે છે આઝાદ!

લાહોરઃ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઇદ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઇ શકે છે. હાઇકોર્ટે જણાવ્યું કે જો પાકિસ્તાન સરકાર હાફિઝ સઇદ વિરૂદ્ધ એક પણ પુરાવા જો રજૂ નહીં કરે તો એની નજરબંધી કરી દેવામાં આવશે. જમાત ઉદ-દાવાનો પ્રમુખ સઇદ 31 જાન્યુઆરીથી જ નજરકેદ છે. લાહોર હાઇકોર્ટે મંગળવારે એની ધરપકડને લઇ દાખલ કરવામાં આવેલ એક અરજી પર સુનાવણી કરી. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ સુનાવણીમાં ગૃહ સચિવ એની ધરપકડથી સંબંધિત મામલે પૂરી માહિતી સાથે
કોર્ટમાં હાજર થશે પરંતુ એમ ન થયું.

કાર્યવાહી દરમ્યાન ગૃહસચિવની ગેરહાજરીને લઇ નિરાશ કોર્ટે જણાવ્યું કે માત્ર પ્રેસ ક્લિપિંગનાં આધારે જ કોઇ નાગરિકને લાંબા સમય સુધી કેદ ના રાખી શકાય. જસ્ટિસ સૈયદ મઝહર અલી અકબર નકવીએ કહ્યું કે,”સરકારનું વર્તન જ કહી આપે છે કે અરજી કરનારનાં વિરૂદ્ધ સરકાર પાસે કોઇ પણ ચોક્કસ પુરાવાઓ પણ નથી. કોર્ટની સામે જો કોઇ ચોક્કસ પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અરજી કરનારાઓની ધરપકડ રદ કરવામાં આવશે.”

તમને જણાવી દઇએ કે મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની વિરૂદ્ધ ભારત અનેક પુરાવાઓ પાકિસ્તાનને સોંપી ચૂક્યું છે. પરંતુ પાકિસ્તાને હંમેશા એની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરી છે. જો કે હાફીઝ સઇદને લઇ ચોક્કસ પુરાવાઓ મામલે હજી સુધી કોઇ પણ પ્રકારની પાકિસ્તાન તરફથી ગંભીરતા જોવા નથી મળી.

You might also like