હાફિઝ સઇદે રાજનાથને મારી નાખવાની ધમકી આપવી

નવી દિલ્હીઃ આતંકવાદી સલાઉદ્દીન બાદ એક તરફ આતંકવાદી સંગઠન જમાત-ઉદ દાવાના મુખીયા હાફિઝ સઇદે રાજનાથ સિંહના પાકિસ્તાન પ્રવાસ પર ઝેર ઓક્યું છે અને કહ્યું છે કે જો રાજનાથ સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ કરે તો તેનું મોં બંધ કરી દેવામાં આવશે.

હાફિઝે આ નિવેદન જ્યારે રાજનાથ સિંહ સાર્કમાં મંત્રી સ્તરના સંમેલનમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા ત્યારે કર્યું હતું. સઇદે નવાઝ શરીફની સરકારને અને ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાનને રાજનાથ સિંહને ન મળવા અંગે સલાહ આપી છે. તેણે ચૌધરી નિસાનને કહ્યું કે જો રાજનાથ ઉદાસ થઇને જાય તો તમે સફળ અને જો ખુશ થઇને જાય તો તમે નિષ્ફળ ગણાશો અને તમારે સત્તા છોડી દેવી પડશે.

આતંકી હાફિઝે ધમકી ભરેલા શબ્દોમાં કહ્યું છે કે અમે નથી ઇચ્છતા કે પરિસ્થિતિ વણસે. રાજનાથે કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં બેસીને પાકિસ્તાન દખલગીરી ન કરે તેમ કહીશ,જો આ રીતની વાત તે કરશે તો હું નવાઝ શરીફને કહીશ કે તમે તેનું મોં બંધ કરી દો નહીં તો હું કરી દઇશ. હાફિઝે પાકિસ્તાન સરકરાને રાજનાથને પાકિસ્તાન ન આવવા દેવા અંગે પણ જણાવ્યું હતું.

You might also like