આખરે પાકિસ્તાને લીધાં પગલાં, મુંબઈ હુમલાનો આરોપી હાફિઝ સઇદ નજરકેદ

લાહોર: ટ્રમ્પ પ્રશાસનના આવતા જ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે, એનો એક નમૂનો સોમવારે એ વખતે મળ્યો જ્યારે પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે જમાત-ઉલ-દાવાના સરદાર અને મુંબઈ એટેકના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને નજરકેદ કરવાની ખબરો બહાર આવી છે.

મીડિયાની માહિતી પ્રમાણે, પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે લાહોરમાં હાફિસ સઇદના હાઉસ અરેસ્ટની પૃષ્ટિ કરી છે. અહેવાલો પ્રમાણે, આતંકી સંગઠન જમાત-ઉલ-દાવા પર પ્રતિબંધ પણ લગાડવામાં આવી શકે છે.

નજરકેદ કર્યા ગયા પછી હાફિઝ સઇદની કોઈ ટ્વીટ નથી આવી. હાફિઝે દાવો કર્યો છે કે ભારતના દબાણને કારણે તેના સંગઠન પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. હાફિઝે કહ્યું કે જો અમારી ઉપર કાશ્મીર મુદ્દા પર અવાજ ઉઠાવવા પર પ્રતિબંધ લગાડવામાં આવશે તો અમને એવા પ્રતિબંધની કોઈ પરવા નથી. ભારત અને પાકિસ્તાનના દુશ્મન સીપીઇસી વિરુદ્ધ છે. જો પાકિસ્તાનનો બચાવ કરવો અને કાશ્મીર મુદ્દે અવાજ ઉઠવવો અપરાધ છે તો અમે એમ કરીશું.

 

You might also like