આતંકી હાફિઝ સઇદે પાક વિદેશમંત્રી પર કર્યો માનહાનિનો કેસ

લાહોર: મુંબઇ પર થયેલા આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર હાફિઝ સઇદે પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફ પર 10 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કર્યો છે.

ન્યૂયોર્કમાં મંગળવારે એશિયા સોસાયટી ફોરમને સંબોધિત કરવા દરમિયાન વિદેશમંત્રી એ જમાત-ઉદ-દવાના પ્રમુખને ‘અમેરિકાના દુલારા’ કહ્યા હતા. એમણે એવું પણ કહ્યું હતું કે સઇદ, હક્કાની અને લશ્કર-એ-તૌયબા દેશ માટે જવાબદાર છે. પરંતુ એની પર કાબૂ મેળવવા માટે જરૂરી સંપત્તિ નથી.

પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન પર અમેરિકા દબાણ કરી રહ્યું છે. પાકિસ્તાનથી અમેરિકા પોતાની જમીનથી સક્રિય આતંકી સંગઠનો પર કાબૂ મેળવવા માટે કહી રહ્યું છે. 20 થી 30 વર્ષ પહેલા આ બધા અમેરિકાના દુલારા હતા.

સઇદના વકીલ એકે ડોગરને વિદેશમંત્રાલયને નોટિસ પાઠવી છે. લશ્કરના અગ્રિમ સ્કવોડ ટીમના રૂપમાં કામ કરનાર સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાને 2008માં મુંબઇ પર થયેલા આતંકી હુમવાનો જવાબદાર માનવામાં આવે છે.

વકીલે નોટીમાં કહ્યું છે કે, ‘સઇદ એક ધાર્મિક વ્યક્તિના રૂપમાં સમ્માનિત છે અને સમર્પિત મુસ્લિમ છે. સઇદ ક્યારેય પણ વ્હાઇટ હાઉસ પાસે નથી આવ્યા. દુખ છે કે અમારા દેશના વિદેશમંત્રી એમની પર દારૂ પીવાનો આરોપ લગાવી રહ્યા છે.’

You might also like