પાકિસ્તાનના ‘હાફિઝ’ પ્રેમ પર અમેરિકાનો પલટવાર

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હાફિઝ સૈયદ વિરુધ્ધ કેસ ચલાવવાની અપીલ કરી છે. અમેરિકાએ આ અપીલ એવા સમયે કરી છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી દ્વારા થોડા દિવસ પહેલા ટીપ્પણી કરેલી કે હાફિઝ સૈયદ સાહેબ વિરુધ્ધ કોઇ પગલા લેવામાં આવશે નહી.

અબ્બાસીએ મંગળવારે એક નિવેદન આપ્યું હતું જેમાં સઇદને ‘સાહેબ’ કહી સંબોધન કર્યું હતું. પાકિસ્તાનના પીએમને જ્યારે સઇદ વિરુધ્ધ કોઇ પગલા કેમ લેવામાં આવતા નથી, તો તેના જવાબમાં જણાવ્યું હતું કે હાફિઝ સઇદ સાહેબ વિરુધ્ધ પાકિસ્તાનમાં કોઇ મામલો નથી. જ્યારે કોઇ કેસ હોય તો કાર્યવાહી કરવામાં આવશે.

આ નિવેદન પર અમેરિકાએ કડક વલણ અપનાવતાં કહ્યું કે અમેરિકાનું માનવું છે કે હાફિઝ સૈયદ વિરુધ્ધ કેસ ચાલવો જોઇએ. આ અંગે પાકિસ્તાનને જણાવી દેવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે અમે અમારા તરફથી પાકિસ્તાન સમક્ષ સંપૂર્ણ સ્પષ્ટતા કરી દીધી છે. અમારું માનવું છે કે હાફિઝ સૈયદ વિરુધ્ધ કેસ ચલાવામાં આવે.

You might also like