હાફિઝે કેક કાપી નજરકેદમાંથી મુક્તિની ઉજવણી કરી

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદને આખરે પાકિસ્તાને મુક્ત કરી દીધો છે. જેલની બહાર જ આવતાં જ પ્રમુક હાફિઝ સઇદે ભારત પર અનેક આરોપ લગાવ્યાં છે. હાફિઝ સૈયદે કાશ્મીરને લઇને ધમકી આપી હતી. હાફિઝે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા એક વીડિયો સંદેશ આપ્યો હતો.

હાફિઝ સૈયદે નજરકેદમાંથી મુક્ત થયા બાદ કેક કાપીને ઉજવણી કરી હતી. હાફિઝ સૈયદે કહ્યું કે ભારતે મારા પર હંમેશા આતંકવાદાના આરોપ લગાવ્યા છે. હાફિઝે કહ્યું હતું કે હાઇકોર્ટના નિર્ણયથી સાબિત થઇ જાય છે કે તેના પર લગાવામાં આવેલાતમામ આરોપ ખોટા હતા.

હાફિઝે ભારત વિરુધ્ધ ઝેર ઓકતા કહ્યું કે તે કાશ્મીરનો કેસ લડતો રહેશે. કાશ્મીર સાથે જોડાયેલા કાર્યક્રમની જાહેરાત કરવાના કારણે મને નજરકેદ કરવામાં આવ્યો હતો. ભારતે આ માટે અમેરિકા સાથે મળીને પાકિસ્તાન પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે ભારતના મુંબઇ શહેરમાં થયેલા આતંકી હુમલા પાછળ હાફિઝ સઇદનું માસ્ટર માઇન્ડ હતું.

You might also like