મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ નજરકેદમાંથી મુક્ત

ભારત મારું કંઇ ન બગાડી શકે.. દેશ વિરોધી શબ્દો છે આતંકી હાફિઝ સઇદના. 10 મહિના બાદ આજે પાકિસ્તાનમાં હાફિઝ સઇદ નજર કેદમાંથી મુક્ત થયો. હાફિઝ સઇદે નજરકેદમાં મુક્ત થતાં  જ ભારત વિરોધી ઝેર ઓકવાનું ચાલું કરી દીધુ છે. તેની સાથે હાફિઝ સઇદે કાશ્મીર રાગ ફરી આલાપ્યો છે. હાફિઝ સઇદે કહ્યું કે મારી મુક્તિથી ભારતની મજાક થઇ છે.

ભારત મારું કંઇ બાગાડી શકે તેમ નથી અને કાશ્મીર આઝાદ થઇને જ રહેશે. તેની સાથે હાફિઝે પાકિસ્તાનની સરકારને આડે હાથ લીધી હતી. હાફિઝ સઇદને ભારતમાં કરાયેલા મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે.

લાહોર હાઇકોર્ટે 2008ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના સરગના હાફિઝની 297 દિવસ નજરકેદને પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. તેને કોઇપણ જગ્યાએ જવા પરનો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો છે. ગુરૂવારે નજરકેદમાંથી મુક્ત થતાં જ હાફિઝ સઇદે કાશ્મીરની આઝાદીને લઇને ઝેર ઓકવાનું ચાલું કરી દીધુ. તેણે કહ્યું કે તે કાશ્મીરને આઝાદ કરાવીને જંપશે. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનને મુંબઇ હુમલા અંગે ફરી તપાસ કરવા ઘણીવાર કહ્યું છે.

You might also like