હાફિઝની સંસ્થા કાશ્મીરમાં જીવનજરૂરી ચીજો મોકલાવશે

લાહોર: ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન(એફઆઈએફ)એ જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકો માટે જીવનજરૂરી ચીજોથી ભરેલાં વાહનો મોકલવા નિર્ણય કર્યો છે. આ ફાઉન્ડેશનના પ્રમુખ હાફિઝ સૈયદ છે. આ માટે જે વાહનો મોકલવાનાં છે તેનો જથ્થો પાકિસ્તાનમાંથી દાન તરીકે એકત્ર કરવામાં આવ્યો છે.

એફઆઈએફના જણાવ્યા અનુસાર આવા જથ્થા સાથેનાં વાહનો આજે ચાકોથી માટે રવાના કરાવવામાં આવશે. ચાકોથી નિયંત્રણ રેખા પાસે સરહદી ગામ છે. ત્યાંથી આ સામાન કમાન બ્રિજ થઈને કાશ્મીર મોકલવામાં આવશે. આ પુલ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને ભારતના કબજાવાળા કાશ્મીરને સાંકળતો પુલ છે.આ માટે જે ચીજવસ્તુ મોકલાઈ રહી છે તેમાં ચોખા, તેલ, શાકભાજી,માખણ અને દવાઓ તેમજ બાળકો માટેના આહારનો સમાવેશ થાય છે. આ સંસ્થાના હાફિઝ અબ્દુલ રઉફે વૈશ્વિક માનવતાવાદી સંગઠનો અને સંસ્થામાંથી કાશ્મીર મુદા પર મૌન સેવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

You might also like