અંતે… પાકિસ્તાને કબૂલ્યું હાફિઝ સઇદ છે આતંકવાદી

ઇસ્લામાબાદ: અંત પાકિસ્તાન સરકારે માનવું પડ્યું કે લશ્કરનો ચીફ હાફિઝ સઇદ આતંકવાદી છે. અત્યાર સુધી પાકિસ્તાનની સેના સઇદ અને તેના સંગઠનને સરંક્ષણ આપતી આવી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે ન્યાયિક સમીક્ષા બોર્ડને જણાવ્યું કે હાફિઝ સઇદ અને તેના ચાર સાથીઓ જેહાદના નામ પર આતંક ફેલાવાના આરોપ હેઠળ નજરકેદ કરવામાં આવ્યા હતા.

ખરેખર, પાકિસ્તાને માર્ચમાં સઇદ અને તેના ચાર સાથીઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. 30 એપ્રિલના રોજ નજરકેદને વધુ 90 દિવસ સુધી વધારવામાં આવી હતી. હાફિઝ સઇદે આ નિર્ણય વિરુધ્ધ ન્યાયિક સમીક્ષા બોર્ડમાં અપીલ કરી હતી. શનિવારે સઇદ આ મામલે બોર્ડ સમક્ષ હાજર થયો હતો. સઇદે બોર્ડ સમક્ષ જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર કાશ્મીર સામેના અવાજને રોકવામાં માટે નજરકેદ કરી રહી છે. જો કે પાકિસ્તાનના ગૃહમંત્રાલયે આ વાતને સમર્થન આપ્યું નહોતું.

ત્રણ જ્જની સંવિધાનિક બેન્ચે મંત્રાલયને આદેશ આપ્યો હતો કે તેઓ સઇદ અને તેના ચાર સાથીઓની ધરપકડ કર્યા બાદથી અત્યાર સુધીનો રિપોર્ટ કોર્ટેને સોંપે. આ મામલે આગલી સુનાવણી 15 મેના રોજ હાથ ધરાશે. બોર્ડનો આદેશ હતો કે હવે પછીની સુનાવણી વખતે પાકિસ્તાનના એટોર્ની જનરલ હાજર રહે.
http://sambhaavnews.com/

You might also like