રાજનાથ સિંહને પાકિસ્તાન આવવા દેશો નહીં: હાફિઝ સઇદ

નવી દિલ્હી: આતંકી સંગઠન સસ્કર એ તોયબાના ચીફ હાફિઝ સઇદે પાકિસ્તાનુ સરકારને કહ્યું કે ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહને સાર્ક સંમેલનમાં હાજરી આપવા પાકિસ્તાન આવા દેવામાં આવે નહીં. રાજનાથને સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે 3 ઓગસ્ટે પાકિસ્તાન જવાનું છે.

જમાત એ ઇસ્લામીએ તાજેતરમાં જ કાશ્મીરના મુદ્દા પર ઓલ પાર્ટીઝ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું ભારત સરકાર કાશ્મીરીઓની આઝાદીના સંઘર્ષને આતંકવાદનું નામ આપીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતર રાષ્ટ્રીય સમુદાયનો આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહી છે.

આ કોન્ફરન્સમાં જમાત એ ઇસ્લામીના મુખ્ય અને પાર્લામેન્ટ કાશ્મીરી કમિટીના ચેરમેન મોલાના ફઝહુલ રહેમાન, પીએમએલ એન નેતા રઝા જફરલ હક, હાફિઝ સઇદ અને બીજા કેટલાક લોકો હાજર રહ્યા હતાં. હાફિઝ સઇદે પોતાની સરકાર અને કારોબારીઓને સલાહ આપી કે કાશ્મીર આઝાદ ના થાય સુધી ભારતની સાથે દરેક ગતિવિધીઓ બંધ કરી દો.

હાફિઝ સઇદે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને અપીલ કરી કે રાજનાથ સિંહને પાકિસ્તાન આવવા દેવામાં આવે નહીં. તેને કહ્યું કે કદાચ રાજનાથ સિંહ પાકિસ્તાન સરકારને કાશ્મીર જઇને કાશ્મીરીઓને મદદ કરવા માટે મંજૂરી આપે છે તો પાકિસ્તાન સરકારે રાજનાથ સિંહની સફર માટે વિચારવું જોઇએ.

હાફિઝે કહ્યું કે પાકિસ્તાને ભારતને બટાકા ડુંગળી આપવાનું પણ બંધ કરી દેવું જોઇએ. હાફિઝે કહ્યું કે બટાકા ડુંગળીની જગ્યાએ પાકિસ્તાન સરકારે કાશ્મીરમાં કાશ્મીરીઓ માટે રાહત સામગ્રી મોકલવી જોઇએ કારણ કે તે લોકોએ ભારત સરકાર પાસે મદદ માંગવાની ના પાડી દીધી છે.

You might also like