હાફિઝ સઇદે ટ્રાવેલ બેન હટાવવા પાક સરકારને લખ્યો પત્ર

ઇસ્લામાબાદઃ મુંબઇ હુમલાના દોષી અને જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઇદે પાકિસ્તાન સરકારને પોતાની પર લગાવવામાં આવેલા ટ્રાવેલ બેનને હટવવા અંગે પત્ર લખ્યો છે. જેના માટે હાફિઝ સઇદે પાકિસ્તાની આંતરિક મામાલના મંત્રી ચૌધરી નિસાર અલી ખાનને પત્ર લખ્યો છે. ચિઢ્ઢીમાં હાફિઝ સઇદે દાવો કર્યો છે કે તેનાથી દેશની સુરક્ષાને કોઇ પણ રીતનો ખતરો નથી. સાથે જ તેનું સંગઠન કોઇ પણ આતંકિ ગતીવિધીઓમાં શામેલ નથી.

થોડા સમય પહેલાં પાકિસ્તાની સરકારે હાફિઝ સઇદ, જમાત-ઉદ-દાવા સહિત 37 નેતા તેમજ હાફિઝ સઇદના ફલઇ-એ-ઇંસાનિયક સંસ્થાને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં નાખી દીધી છે. આ સાથે જ પાક સરકારે તેમને 90 દિવસ માટે નજરકેદ કરવાનો આદેશ કર્યો હતો. હાફિઝ સઇદે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમનું સંગઠન ક્યારેય પણ આતંકિ ગતિવિધિઓમાં શામેલ થયું ન હતું. હાફિઝ પ્રમાણે સંધિય અને પ્રાંતીય અદાલતોમાં પાકિસ્તાની સરકારે તેમના સંગઠન વિરૂદ્ધ કોઇ પણ પુરાવા રજૂ કર્યા નથી. હાફિઝે પોતાની ચિઠ્ઠી 2009માં લાહોર હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like