ટ્વિટર પર બીજા એકાઉન્ટથી ફરી એક્ટિવ થયો આતંકી હાફિઝ

નવી દિલ્હી:  જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઇદ એર વખત ફરીથી ટ્વિટર દ્વારા ભારત વિરુદ્ધ આગ લગાવી રહ્યો છે. તાજેતરમાં જ એનઆઇએના રિપોર્ટ પછી તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું તેમ છતા હાફિઝ હવે બીજા એક બીજા ટ્વિટર એકાઉન્ટ સાથે ફરીથી સક્રિય થઇ ગયો છે.

ખાનગી એન્જસીઓના રિપોર્ટ પછી હાફિઝનું ટ્વિટર એકાઉન્ટ @HafizSaeedLiveને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. હવે આ આતંકી @HafizSaeedNow આ સાથે ફરીથી સક્રિય થઇ ગયો છે. આ એકાઉન્ટ ડિસેમ્બર 2014માં જ બન્યું હતું. જેની પર હવે સક્રિયતા વધી રહી છે.

નોંધનીય છે કે હાફિઝે છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં માર્યો ગયો હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાની સાથે સંબંધિત કેટલાક ફોટો અને કોમેન્ટસ શેર કર્યા હતા. તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બુરહાન સાથે થયેલી મિટીંગના ફઓટો પણ ટ્વિટ કર્યા હતાં.

You might also like