કેરળ લવ જેહાદ કેસઃ હાદિયાનો પતિ ISISના સંપર્કમાં હતોઃ NIA

કેરળના કથિત લવ જેહાદ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ) ની તપાસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં એનઆઈએએ દાખલ કરેલી ચાર્જશીટમાં હાદિયાના પતિ શફિન પર આક્ષેપ કર્યો છે કે શફિન લગ્ન પહેલા જ આતંકી સંગઠન આઈએસઆઈએસના બે એજન્ટોના સંપર્કમાં હતો. ઉમર અલ હિંદી કેસમાં મનસીદ અને શફાન નામના બે યુવાનને આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં જણાવાયા અનુસાર હાઈકોર્ટના જજ, પોલીસ અધિકારી અને કેટલાક રાજકીય નેતા તેમના નિશાન પર હતા.

તપાસમાં જણાવાયા અનુસાર શફિન એક ફેસબુક ગ્રૂપ દ્વારા આ બંને સાથે વાતચીત કરતો હતો. આ ગ્રૂપમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા સંબંધિત વાત થતી હતી.

એનઆઈએનું માનવું છે કે હાદિયા અને શફિનની મુલાકાત કરાવવાનું કામ વે ટુ નિકાહ ડોટ કોમ નામની લગ્નજીવન અંગેની વેબસાઈટે જ નહિ પરંતુ મનસીદે જ કર્યુ હતુ. જોકે અત્યારસુધી હાદિયા અને શફિન એવો દાવો કરી રહ્યા હતા કે તેમની મુલાકાત વેબસાઈટ દ્વારા થઈ હતી.શફિને ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ તેનું આઈડી બનાવ્યું હતું. જ્યારે હાદિયાનું આઈડી ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ બન્યું હતું.

You might also like