US સંસદમાં H-1B વીઝા બિલ રજૂ થતાં IT કંપનીઓના શેરમાં ધડાકો

ન્યૂયોર્કઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથે સત્તા સંભાળી છે ત્યારથી તે એક પછી એક આકરા નિર્ણયો લઈને લોકોને ચોંકાવી રહ્યા છે. ટ્રમ્પ સરકારે H-1B વીઝા બિલને અમેરિકન સંસદમાં રજૂ કર્યુ છે.

આ બિલ પ્રમાણે H-1B વીઝાધારકોને લઘુતમ વેતનમાં બે ગણો વધારો કરીને એક લાખ 30 હજાર અમેરિકન ડ઼ોલરનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આમ ભારતીય આઈ.ટી. કંપનીઓ માટે આ ખરાબ સમાચાર છે કે બિલ રજૂ થયા બાદ આઇટી કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.

ટીસીએસના શેર 5.46 ટકા, ઇન્ફોન્સિસના શેરોમાં 4.57 ટકા અને વિપ્રોના શેરોમાં 4.11 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહિન્દ્રામાં 9.68 ટકા, એચસીએલ ટેકનોલોજીમાં 6.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીએસઇના આઇટી ઇન્ડેક્સ 4.83 ટકા ઘટ્યા હતા.

અમેરિકાના નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલથી અમેરિકન કંપનીઓને વિદેશી મૂળના કર્મચારીઓની ભરતી કરવી મુશ્કેલ બની જશે. ભારતના સોફ્ટવેર ઉદ્યોગને ઘણુ નુકસાન થઇ શકે છે.

You might also like