મોદી સરકારની કૂટનૈતિક સફળતા, એચ-1 બી વીઝા પર ઝુક્યું અમેરિકા

એચ-1 બી વીઝા છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહેલી અટકળોને ખુદ અમેરિકા હવે વિરામ આપવા જઇ રહેલ છે. ટ્રમ્પ પ્રશાસને ન્યૂ દિલ્હીમાં ટૂ પ્લસ ટૂ બેઠકથી ઠીક પહેલા કહ્યું કે, એચ-1 બી વીઝા રજૂ કરવાની પ્રક્રિયામાં કોઇ જ ફેરફાર નથી કરવામાં આવેલ. અમેરિકાએ આ નિર્ણય ભારતનાં વર્તનને ધ્યાને રાખીને લીધો છે કેમ કે આ બેઠકમાં આ મુદ્દો ઉઠાવી શકાય એમ છે.

એવાં અનુમાન લગાવાતા હતાં કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સપ્ટેમ્બરમાં યોજાનારી ટૂ પ્લસ ટૂ બેઠક દરમ્યાન એચ 1 બી વીઝા મુદ્દો ઉઠાવી શકે છે. સ્વરાજે ગયા મહિને રાજ્યસભામાં એમ જણાવ્યું હતું કે, અમે આ મુદ્દાને કેટલાંય મંચો પર ઉઠાવી રહ્યાં છીએ અને વ્હાઇટ હાઉસની સાથે સાથે ત્યાનાં પ્રાંતીય પ્રશાસન અને સાંસદો સાથે સતત સંપર્કમાં છે.

નામ રજૂ નહીં કરવા પરની શરત પર અમેરિકી પ્રશાસનનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે ભારત એચ 1 બીનો મુદ્દો ટૂ પ્લસ ટૂ વાર્તામાં ઉઠાવવાની તૈયારીમાં છે પરંતુ આમાં કંઇ જ કહેવાનું રહી નહીં જાય કેમ કે નીતિમાં કોઇ જ ફેરફાર નહીં થાય.

અમેરિકી અધિકારીનાં જણાવ્યા અનુસાર, ટ્રમ્પ પ્રશાસનનાં કાર્યકારી આદેશમાં અમેરિકામાં કામ કરવા માટે વીઝા કાર્યક્રમની મોટી રીતે સમીક્ષા કરવાનાં નિર્દેશ આપવામાં આવ્યાં છે. વીઝા સમીક્ષા કરવાનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આનાંથી અમેરિકાનાં કર્મચારી અને તેઓને મળનારું વેતન પ્રભાવિત ના થાય.

અધિકારીએ જણાવ્યું કે એચ 1 બી વીઝા રજૂ કરવાની પ્રક્રિયામાં કોઇ જ ફેરફાર નથી થયો. જેથી મારા માટે એ અનુમાન લગાવવું અસંભવ છે કે આનાંથી શું નિકળીને આવશે અથવા તો આ પ્રણાલીમાં કોઇ ફેરફાર થશે કે કેમ. નિશ્ચિત રૂપથી આ ભારત માટે એક મહત્વપૂર્ણ મામલો છે.

You might also like