ગુરૂપૂર્ણિમાની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી, ચંદ્રગ્રહણને લઇને બપોર બાદ મંદિરો થશે બંધ

આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ગુરુપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શ્રધ્ધાની ભેટ સાથે ભક્તો ગુરુનાં આશીર્વાદને મેળવશે. જો કે ખગાસ ચંદ્રગ્રહણને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક મંદિરોમાં પૂજા-અર્ચનાના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે મંદિરોમાં ગુરૂપૂજનવિધિ બપોર સુધી કરવામાં આવશે. હિન્દુ શાસ્ત્રોમાં ગુરૂનો વિશેષ મહિમા રહેલો છે.

આજે ગુરુપૂર્ણિમાને લઈને ખેડા જિલ્લામાં ભવ્ય ઉજવણી થશે. ચંદ્રગ્રહણને લઈને બપોર બાદ મંદિરો બંધ થશે. તો ડાકોરનું રણછોડરાયજી મંદિર બપોરે 2.45 વાગે બંધ થશે. જેના કારણે ભકતો બપોરના 2.45 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, આજે સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ હોવાથી દેશભરના તમામ મંદિરોમાં બપોર બાદ દર્શન બંધ કરવામાં આવશે.

આષાઢ શુકલની પૂર્ણિમાને ગુરૂ પુર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. બગદાણામાં આવેલા બજરંગ દાસ બાપાના આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશભરમાંથી ગુરૂ પુર્ણિમાંના દિવસે મંદિરમાં થતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ મંદિર દ્વારા પર તમામ પ્રકાર પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. બગદાણામાં આશ્રમ દ્વારા ભોજન પ્રસાદ માટેના રસોડા વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ કરવામાં પણ કોઈ સમસ્યા ન થાય તેના માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like