आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।। ‘ગુ’ નો અર્થ – પ્રકાશ તરફ લઈ જનાર એટલે કે ગુરૂ

જીવનમાં ગુરૂનું આગમન થાય ચે તો અપૂર્ણતા સમાપ્ત તઈ જાય છે. હિન્દુ ધર્મમાં હંમેશા ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે તેને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે.

ગુરૂપૂર્ણિમાનું મહત્વ
ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. ગુરૂ શબ્દમાં જ ગુરૂની મહિમાનું વર્ણન છે. ‘ગુ’ નો અર્થ છે પ્રકાશની તરફલઈ જનાર એટલે કે ગુરૂ શિષ્યને જીવનમાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શનકરાવે છે. ગુરુ પ્રવેશ દ્રાર છે અને એકવાર અંદર ગયા પછી બધુ ગુરૂની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરૂના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણકે એકવાર ગુરૂને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. ‘તેમણે આવુ કહ્યું’ અને ‘તેમને આવું ન કહ્યુ’ , ‘પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી’ વગેરે.

કયા ઋષિના જન્મદિને મનાવાય છે ગુરૂપૂર્ણિમા?
ગુરૂપૂર્ણિમા. જેના માટે એમ કહેવાય છેકેઃ ‘વ્યસોચ્છિષ્ઠમ્ જગત સર્વમ્।’ અર્થાત આ જગતમાં જે કંઈ કહેવાયેલું છે તે વ્યાસ દ્વારા કહેવાયેલું છે. એવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ છે પોતે જ આ વાત કહે છે.
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।
आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:।
फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।
दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत।
एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।

જ્ઞાનની ગંગા વહાવશે ગુરૂ
શાસ્ત્રો અનુસાર ગુરૂ પૂર્ણિમાનું ઋતુ કરતા પણ વધારે મહત્વ છે. શાતસ્ત્રોમાં જણાવ્યું છે કે, ગુરૂપૂર્ણિમાના આગળના ચાર મહિના સુધી પરિવ્રાજક સાધુ-સંત એક જ સ્થાન પર રહીને જ્ઞાનની ગંગા વહાવે છે. ખાસ વાત એ છે કે ચાર મહિના ઓગસ્ટથી નવેમ્બરની વાતાવરણની દ્રષ્ટી અધ્યયન માટે શ્રેષ્ઠ હોય છે. આ સમયે ગુરૂના ચરણમાં સાધકોને જ્ઞાન, શાંતી ભક્તિ અને યોગની શક્તિ મળે છે. ગુરીપૂર્ણિમાએ દાન અને સ્નાન કરવાથી અક્ષયફળ પ્રાપ્ત થાય છે.

કેવી રીતે કરાય પૂજા
ગુરૂપૂર્ણિમાના દિવસે ઘરની સફાઈ કરી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો દારમ કરો. પવિત્ર સ્થાન પર બાજોટ પર સફેટ વસ્ત્ર મુકી વ્યાસ-પીઠ બનાવો. ‘गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजा करिष्ये’ મંત્રનો જાપ કરી પૂજા કરો અને કોઈ સારો સંકલ્પ કરો. દશ દિશામાં ચોખા પધરાવો, ત્યારબાદ વ્યાસજી, બ્રહ્માજી, શુકદેવજી, ગોવિંદ સ્વામીજી અને તમારા ગુરૂનું સ્મરણ કરો અને પૂજા શરૂ કરો.

આ દિવસે ફક્ત ગુરૂ (શિક્ષક) જ નહી, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવાયુ છે.

આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણકે ગુરૂનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ.

આ તહેવારને શ્રધ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહી.

You might also like