આજે ગુરુ પુષ્ય નક્ષત્રઃ ભાવ ઘટાડાએ સોનામાં સુગંધ ભળી

અમદાવાદ: આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. પાછલા ૪ર દિવસની હડતાલ પર ઊતરેલા જ્વેલર્સનું આંદોલન સમેટાતાં ગઇ કાલથી સ્થાનિક સોના ચાંદીનાં બજારોમાં ફરી ધમધમાટ જોવા મળ્યો હતો.  આજના ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે જ સોનાના ભાવમાં રૂ.૩૦૦નો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ર૯,૦૦૦ની સપાટી ભેદી નીચે રૂ. ર૮,૯પ૦ની સપાટીએ ભાવ ખૂલ્યા હતા.

બજારમાં જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત થઇ રહ્યો છે. એટલું જ નહીં ક્રૂડના ભાવમાં જોવા મળેલા સુધારાની અસરે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં પણ મજબૂતાઇ નોંધાઇ હતી. જેની અસરે વૈશ્વિક સોનાના ભાવમાં ગાબડાં પડ્યાં હતાં. વૈશ્વિક બજારમાં સોનામાં  ૦.૭ ટકાનો ઘટાડો નોંધાઇ ૧ર૩૧ ડોર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા.  વ‌ૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાની અસરે સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી અને સોનામાં રૂ.૩૦૦નો ઘટાડો નોંધાયો હતો.

You might also like