ગુરૂનાનક જયંતીની ધામધુમથી સમગ્ર દેશમાં ઉજવણી

નવી દિલ્હી : ગુરૂપર્વને આખા દેશમાં ધામધુમથી મનાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. મોદીએ કહ્યું કે ગુરૂનાનક દેવજીનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગીક છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ દેશનાં લોકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે આશા રાખીએ કે ગુરૂ નાનકદેવજીનાં કરૂણા અને માનવતાનો સંદેશ આપણા જીવનને દિશા પ્રદાન કરતો રહે.
Guru

1
બીજી તરફ ગુરૂ પર્વ આજે શ્રદ્ધાળુઓએ હરમિંદર સાહિબનાં સરોવરમાં સ્ના કર્યું અને ગુરૂ નાનક દેવજીને યાદ કર્યા અને કડક સુરક્ષા વચ્ચે સેંકડોની સંખ્યામાં શિખ શ્રદ્ધાળુઓ ગુરૂનાનક દેવનાં જન્મસ્થળ નનકાના સાહિબ માટે રવાના થયા હતા.
2
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂ નાનકનાં જન્મ દિવસે ગુરૂપર્વતરીકે મનાવવામાં આવે છે. શિખોનાં પહેલા ગુરૂનાનક દેવજીનાં જન્મદિવસને શિખ ધર્મને ઘણું મહત્વપુર્ણ માનવામાં આવે છે. 2011નાં સેંસસનાં અનુસાર 9 ટકા ભારતીય ગુરૂ પર્વ ઉજવે છે. આ પ્રસંગે શીખશ્રદ્ધાળુઓ ઝાંકીઓ કાઢે છે અને માર્શલ આર્ટ ગદકાનું પ્રદર્શન કરે છે. આ પ્રસંગે લંગર દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપે છે.
ઉલ્લેખનીય છે કે શિખોનાં પહેલાગુરૂ નાનકદેવજીનું જન્મ આજથી લગભગ 500 વર્ષ પહેલા નનકાના સાહેબમાં થયો હતો. નનકાના સાહેબ લાહોરથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમ દિશામાં છે.

You might also like