દીકરીને સાથે નહી રહેવા દે તો સસ્પેન્ડ કરાવીશ : બળાત્કારી ગુરમીત

ચંડીગઢ : 25 ઓગષ્ટે સીબીઆઇ કોર્ટ દ્વારા બળાત્કારી જાહેર કરાયેલા ડેરા સચ્ચા સોદાનો ઢોંગી બાબા ગુરમીત રામ રહીમસિંહ ઇંસા જેલમાં પહોંચ્યા બાદ પણ લાજવાનાં બદલે ગાજ્યો હતો. પોલીસ ડેરા પ્રમુખની દત્તક દીકરી હનીપ્રિતને હેલિકોપ્ટરમાં તેની સાથે રોહતક જેલમાં પણ લઇ ગઇ હતી. 25 ઓગષ્ટે રામ રહીમે બિમાર હોવાની અરજી કરી હતી.

હનીપિરીતે પણ તેનાં વકીલ દ્વારા કહ્યું હતું કે તે જેલમાં ડેરા પ્રમુખ સાથે રહેવા માંગે છે. ઓફીસરોએ જ્યારે આ વાતની મંજૂરી ન આપી ત્યારે રામ રહીમે તેમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. 25 ઓગષ્ટે રામ રહીમે બીમાર હોવાની અરજી કરી હતી. હની પ્રિતે પણ તેમનાં વકીલ દ્વારા કહ્યું હતું કે તે જેલમાં ડેરા પ્રમુખ સાથે રહેવા માંગે છે.

ઓફીસરોએ જ્યારે આ વાતની મંજુરી ન આપી ત્યારે રામ રહીમે તેમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી દીધી હતી ત્યારે રામ રહીમે તેમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. હનીપ્રીતનાં વકીલે જજને કહ્યું કે તે એક્યુપ્રેશન એક્સપર્ટ છે અને ડેરા મુખીને કમરનો દુખાવાની તકલીફ છે. તેમને માઇગ્રેનની પણ તકલીફ છે. તેથી તે ડેરામુખી સાથે રહેવા માંગે છે. જો કે કોર્ટે કહ્યું કે આ અંગે જેલતંત્ર પર જ નિર્ણય છોડી દીધો હતો.

You might also like