સંધુ યુરોપિયન લીગમાં રમનારો પહેલો ભારતીય ફૂટબોલર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટીમનાે ગોલકીપર ગુરપ્રીતસિંહ સંધુ યુરોપિયન લીગમાં રમનારો પહેલો ભારતીય ફૂટબોલર બની ગયો છે. તેણે આ ઉપલબ્ધિ નોર્વેની ટીમ સ્ટાબિક એફસી તરફથી રમતા હાંસલ કરી હતી. ૨૪ વર્ષીય સંધુએ ગત રવિવારે નોર્વે પ્રીમિયર લીગમાં સ્ટાબિક એફસી તરફથી પહેલો મુકાબલો આઇકે સ્ટાર્ટ વિરુદ્ધ રમ્યો, જેમાં તેની ટીમે ૫-૦થી એકતરફી જીત હાંસલ કરી હતી. સંધુએ ૨૦૧૪માં સ્ટાબિક એફસી સાથે કરાર કર્યો હતો, પરંતુ આ પહેલાં તે નોર્વે પ્રીમિયર લીગમાં કોઈ મેચમાં રમી શક્યો નહોતો. પંજાબના આ ફૂટબોલરે મેચ રમ્યા બાદ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, ”યુરોપની ટોચની ડિવિઝન લીગમાં રમનારો પહેલો ભારતીય બનીને હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.”

You might also like