યુરોપા લીગમાં રમીને ફૂટબોલર ગુરપ્રીતે ઇતિહાસ સર્જ્યો

નવી દિલ્હીઃ ગુરપ્રીતસિંહ સંધુ યુરોપા લીગની ટોચની ક્લબ તરફથી રમનારો પહેલો ભારતીય ફૂટબોલર બની ગયો છે. આ છ ફૂટ ચાર ઇંચ ઊંચા અને ભારતીય રાષ્ટ્રીય ટીમના ગોલકીપરે યુરોપા લીગ ક્વોલિફાયરમાં ગત ગુરુવારે સાંજે નોર્વેની ક્લબ સ્ટબીક એફસી તરફથી વેલ્સની ક્લબ કોનાહ ક્વે નોમડાસ એફસી વિરુદ્ધ વેલ્સની રીલમાં મેચ રમી હતી. યુરોપા લીગનું સ્થાન યુએફા ચેમ્પિયન્સ લીગથી થોડું જ ઓછું છે. ગુરપ્રીત જોકે ઈજાગ્રસ્ત થવાને કારણે ફક્ત ૨૮ મિનિટ સુધી જ મેદાન પર રહી શક્યો હતો. તેનું સ્થાન સાયોબા મેન્ડીએ લીધું હતું.

You might also like