જર્મનીમાં ફસાયેલી ગુરપ્રીત ભારત પરત ફરી

નવી દિલ્હી: જર્મનીના રેફ્યૂજી કેંપમાં ફસાયેલી ગુરપ્રીત ગુરૂવારે સવારે ભારત ફરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જર્મનીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલી ભારતીય મહિલા ગુરપ્રીત અને તેમની આઠ વર્ષની પુત્રીને મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ ત્યાંના ભારતીય મિશને ગુરપ્રીતને દેશ પરત લાવવાનું મિશન શરૂ કર્યું. શરણાર્થી છાવણીમાં કાઢીને ફ્રૈંકફર્ટ સ્થિત ભારતીય દૂતાવાસ લાવવામાં આવી અને પછી દિલ્હી લાવવામાં આવી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે ટ્વિટર પર આ અંગે જાણકારે આપતાં કહ્યું હતું કે બંને મા-દિકરી ગુરૂવારે સવારે ભારત પરત ફરશે.

વિદેશ મંત્રીએ ટ્વિટર પર લખ્યું, ‘અમે ગુરપ્રીત અને તેમની આઠ વર્ષની પુત્રીને રેફ્યૂજી કેંપથી બહાર પોતાના દૂતાવાસ લઇ આવ્યા છીએ.’ સુષ્મા સ્વરાજે આ સાથે જ એક ભારતીય દૂતાવાસમાં બંને મા-દિકરીનો ફોટો શેર કર્યો છે.

એક અન્ય ટ્વિટમાં સુષ્મા સ્વરાજે લખ્યું છે ‘ગુરપ્રીત અને તેમની પુત્રી ફૈંકફર્ટથી એરઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI120 થી આવતીકાલે સવારે 9:35 વાગે દિલ્હી પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુરપ્રીતે ટ્વિટર પર એક નાનો વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં વિદેશમંત્રી પાસે મદદની અપીલ કરી હતી. સુષ્મા સ્વરાજે વીડિયો પર તત્કાલ મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુરપ્રીતે વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે તેમને અને તેમની આઠ વર્ષની પુત્રીને તેમના સાસરીવાળાએ એક શરણાર્થી છાવણીમાં રાખી છે. ગુરપ્રીત હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે.

You might also like