ટ્વીટ કર્યુ એ સમયે મારે સભાન રહેવાની જરૂર હતી; રણદીપ હુડા

નવી દિલ્લી:  થોડા દિવસો પહેલા દિલ્લી યુનિવર્સીટીની વિદ્યાર્થીની ગુરમહેર કૌર એબીવીપીની વિરુધ્ધ આંદાલનને કારણે સમાચારોમાં હતી. તેણીની એક ટ્વીટ પર ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને અભિનેતા રણદીપ હુડ્ડાએ જ્યારે વ્યંગ કર્યો ત્યારે વિવાદ વધુ વિસ્તર્યો. જોકે ત્યાર પછી આ બંન્ને સેલેબ્રીટીએ પોતાની ભુલ સ્વીકારી.

આજ મુદ્દે  અંગેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સાથેની વાતમાં રણદીપે જણાવ્યું કે ” આ જેંડર સ્પેસેફીક નહોતું. હુ પોતે અન્યોના અંગત મંતવ્યો અને રાજનીતીકરણ વિરુધ્ધ પહેલા પણ હતો અને આજે પણ છું” હાલની મહિલાઓની સ્થિતિઓને ધ્યાનમાં રાખતા લાગે છે કે મારે તે સમયે સભાન રહેવાની જરૂર હતી.

રણદીપ હુડ્ડાને વીરેન્દ્ર સહેવાગના અંદાજમાં જવાબ આપતા ગુરમહેરે  ટ્વીટ કરી લખ્યું કે ટ્વીટ “મે નહી મારી આંગળીઓએ કર્યુ હતું”

અત્રે ઉલ્લેખનિય છે કે વિરેન્દ્ર સહેવાગને ગુરમહેરની માફકજ હાથમાં પેપરબોર્ડ લઈ લખેલી પોસ્ટ કરી લખ્યુ છે કે ” ત્રણ શતક મે નહિ પરંતુ મારા બેટે બનાવ્યા છે. આજ પોસ્ટને રણદીપ હુડ્ડા એ કોટ કરી હતી. ત્યાર બાદ બંન્ને સેલેબ્રીટીઓને વિશે ખુબ ટીકા થઈ હતી. ત્યાર બાદ રણદીપે ફેસબુકના માધ્યમથી પોતાની વાત સ્પષ્ટ કરી હતી.

હવે જ્યારે ગુરમહેરે તેમનાજ અંદાજમાં ટ્વીટ કર્યુ છે કે ત્યારે લોકોની જુદી જુદી પ્રતીક્રીયાઓ છે કોઈ તેની પ્રસંશા કરી છે તો કોઈ સમાચારોમાં યથાવત રહેવાની રીત ગણે છે.

You might also like