ડેરા રામ રહીમે વીડિયો દ્વારા સમર્થકોને આપ્યો સંદેશ

ચંડીગઢ: પંચકૂલામાં સતત બદલાતા ઘટનાક્રમની વચ્ચે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમનું નિવેદન આવ્યું છે. રામ રહીમે પોતાના સમર્થકોને શાંતિ રાખવા માટેની અપીલ કરી છે. રામ રહીમે કહ્યું કે ચુકાદો મારે સાંભળવાનો છે, હું કોર્ટ જઇશ. તમે શાંતિપૂર્વક તમારા ઘરે પાછા ચાલ્યા જાવ, મે પહેલા પણ તમને પંચકૂલા ના જવા માટેની અપીલ કરી હતી. રામ રહીમે વીડિયો રજૂ કરીને પોતાના સમર્થકોને કાયદાનું સમ્માન કરવાની અપીલ કરી છે.

આ વચ્ચે રાજ્યની પોલીસે જણાવ્યું કે પંચકૂલામાં ડેરા પ્રેમીઓ મોટી સંખ્યામાં જોતા જ કોઇ પણ અઘટિત ઘટનાને નિપટવા માટે સેનાને બોલાવી દીધી છે. પોલીસ અને અન્ય સુરક્ષાબળોન સહયોગથી ડેરા સમર્થકોને પંચકૂલાથી બહાર નિકાળવાની કાર્યવાહી શરી કરી દેવામાં આવી છે. આ પૂરી કાર્યવાહીની દેખરેખ બ્રિગેડીયર સ્તરના અધિકારી કરી રહ્યા છે. એમણે જણાવ્યું કે પંચકૂલામાંસેનાનું એક નિયંત્રણ કક્ષ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પંચકુલા સહિત અન્ય સ્થળો પર ડેરા સમર્થકોનાં ટોળેટોળા એકત્ર થવા લાગ્યા હતા. હિંસાની આશંકા વચ્ચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા પ્રમુખને નિર્દેશ આપ્યો હતો કે પોતાનાં સમર્થકોને પાછા ફરવા માટે મેસેજ આપે. આજરોજ ગુરમીત રામ રહીમ પર એક સાધ્વીનાં યૌન શોષણ સાથે જોડાયેલા એક કેસમાં નિર્ણય આવવાનો છે. પંચકૂલા સીબીઆઇ કોર્ટનાં નિર્ણય પર હિંસાની આશંકાને ધ્યાને રાખી હરિયાણા અને પંજાબ હાઇએલર્ટ પર છે.

You might also like