સાધ્વી યૌન શૌષણ મામલે રામ રહિમ દોષિત જાહેર

ચંડીગઢ: ડેરા સચ્ચા સોદના પ્રમુખ રામ રહીમ પર લાગેલા સાધ્વી યૌન શોષણ બાબતના આરોપમાં પંચકૂલાની સીબીઆઇ ની ઉચ્ચ કોર્ટ તરફથી આજે ચુકાદો અાપ્યો  છે.  કોર્ટે દોષી જાહેર કર્યો છે. પંચકુલા સીબીઆઇની વિશેષકોર્ટે ચુકાદો આપ્યો છે. રામ રહીમ પર સાધ્વી પર યૌન શોષણનો આરોપ હતો. હરિયાણા અને પંજાબમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક કરાઇ છે. આ કેસમાં 28 ઓગસ્ટે સજાની સુનાવણી હાથ ધરાઇ છે. કોર્ટમાંથી જ સીધા અંબાલાની આર્મી જેલમાં લઇ જવાશે.28 ઓગસ્ટના રોજ વિડીયો કોન્ફરસથી કરવામાં આવે તેવી શક્યતા છે. બાબા રહીમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. બે ન્યુઝ ચેનલની ઓબી વાનને આગ લગાવામાં આવી છે. સમર્થકો દ્વારા પંજાબના બે રેલવે સ્ટેશનો પર આગ લગવામાં આવી છે.

 • 28 ઓગસ્ટે કોર્ટ રામ રહીમની સજા પર કરશે સુનાવણી
 • એપ્રીલ 2002 માં સાધ્વીએ પંજાબ-હરિયાણા કોર્ટને કરી હતી અરજી
 • યૌન શૌષણ મામલે પૂર્વ PM વાજપેઈને પણ કરી હતી અરજી
 • અરજી કરીને સાધ્વીએ લગાવ્યા હતા યૌન શોષણના આરોપ
 • મે 2002 મામાલાની તપાસ સિરસા સેશન જજને સોંપાયો હતો
 • ડિસેમ્બર 2002 માં રામ રહીમ સામે ગુનો નોંધાયો હતો
 • રામ રહીમ પર 376, 506, 509 અંતર્ગત નોંધાયો હતો ગુનો
 • ડિસેમ્બર 2003 માં મામલાની તપાસ CBI કોર્ટને સોંપાઈ હતી
 • 2005-06 માં પિડીત સાધ્વીને શોધી કઢાઈ હતી
 • જુલાઈ 2007 માં CBI એ મામલા અંગે ચાર્જસીટ દાખલ કરી હતી
 • 1999 અને 2001 માં પણ અન્ય સાધ્વીઓના યૌન શોષણનો ચાર્જસીટમાં ઉલ્લેખ
 • ઓગસ્ટ 2008 માં કેસની ટ્રાયલ શરૂ કરાઈ હતી
 • 2011 થી 2016 સુધી મામલાની ટ્રાયલ ચાલતી રહી
 • જુલાઈ 2016 કેસની સુનાવણીમાં 52 સાક્ષીઓ હાજર થયા હતા
 • જૂન 2017 માં કોર્ટે ડેરા પ્રમુખને વિદેશ જવા પર લગાવી હતી રોક
 • 25 જુલાઈ 2017 માં CBI કોર્ટે આ મામલે દરરોજ સુનાવણીના નિર્દેશ કર્યા
 • 17 ઓગસ્ટએ બંને પક્ષો વચ્ચેની દલીલ પૂર્ણ થઈ
 • આજે બાબા રામ રહીમને યૌન શૌષણ મામલે કોર્ટે દોષીત જાહેર કર્યો

આ અગાઉ બાબા રામ રહીમ કોર્ટમાં 800 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. કોર્ટ પરિસરમાં આવતા જતાં દરેક રસ્તાઓને સવારથી સીલ કરી દેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરની પાસે નાકા પર પોલીસની સાથે અર્ધસૈનિક બળની ટુકડીઓ, ઘોડા પોલીસ દળ અને અન્ય આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોર્ટ પરિસરમાં 500 મીટર સુધી કોઇ પણ વ્યક્તિને જવાની મંજૂરી આપવામાં આવી નથી અા ઉપરાંત દરેક રસ્તાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઇન્ટરેન્ટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં પંચકૂલાથી આવતી જતી ટ્રેનો અને બસો પણ કાલ માટે બંધ કરી દેવામાં આવી છે. હરિયાણા સરકારે દરેક જિલ્લામાં 144 ધારા લાગૂ કરી દીધી છે.

You might also like