73 વર્ષ બાદ પાકિસ્તાનમાં શ્રધ્ધાળુઓ માટે ખોલાયું ગુરૂદ્વારા

ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનમાં 73 વર્ષ બાદ ગુરૂદ્વારા શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. આ ગુરૂદ્વારા ખૈબર પખ્તૂનખા પ્રાંતની રાજધાની પેશાવરના જોગીવારા વિસ્તારમાં આવેલું છે. બતાવવામાં આવે છે કે 1942માં સ્થાનિક નાગરિકોની આપત્તિના કારણે આ ગુરૂદ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને ખોલવા માટેનો નિર્ણય સ્થાનિક નાગરિકો, શીખ સમુદાયના લોકો તેમજ પ્રસાશનેની બેઠકમાં લેવામા આવ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા પેશાવરના ઉપાયુક્ત રિયાઝ મહસૂદે કરી હતી. આ દરમિયાન ખૈબર પખ્તૂનખા પ્રાંતના મુખ્યમંત્રીના અલ્પસંખ્યા મામલાના સલાહકાર સરદાર સુરન સિંહ પણ હાજર રહ્યા હતા.  સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પૂજા-અર્ચના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તો તેને ખોલવાને લઇને કોઇ પણ પ્રકારનો વાંધો નથી. પેશાવરના ઉપાયુક્તે ભરોસો આપતાં કહ્યું કે ગુરૂદ્વારાની ચારે તરફ દિવાલ ચણી દેવામાં આવશે, જેના કારણે સ્થાનિક લોકોને પૂજા-અર્ચના કરવામાં કોઇ તકલીફ ના પડે.

You might also like